આ કારણથી કૃષ્ણ ભગવાને ચીરહરણ વખતે દ્રૌપદી મદદ માટે બોલાવે એની રાહ જોયેલી

મહાભારત અને રામાયણ એ હિંદુ સંસ્કૃતિના પ્રાચીન મહાન ગ્રંથ છે,અને મોટા ભાગના બધા જ લોકોને આ ગ્રંથ વિશેની માહિતી હોય જ છે,મહાભારતમાં અમુક કિસ્સાઓ તો એવા છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ થઇ પડે છે,મહાભારતમાં દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતી,મહાભારતની આખી કહાની કૌરવો અને પાંડવોના યુધ્ધ ઉપર આધારિત છે,કૌરવોને પોતાના પિતરાઈ ભાઇઓં માટે ગુસ્સો, લાલચ,તાકત નો ઘમંડ અને બદલાની ભાવના વગેરે મહાભારતના મહાવિનાશકારી યુધ્ધના મુખ્ય કારણ બનેલા છે. હવે આજે અમે આપને મહાભારતના એક એવા કિસ્સાની વાત જણાવીશું જેની કલ્પના માત્ર થી સામાન્ય મનુષ્યોના રૂવાંડા ઉભા થઇ જતા હોય છે,અને આ કિસ્સો છે દ્રૌપદી વસ્ત્રાહરણ.

હવે આપના મનમાં એ સવાલ થાય કે ભગવાન શ્રી કૃષ્ણ તો દ્રૌપદી ના સખા હતા અને તેને ભૂતો અને ભવિષ્ય બંનેનો ખ્યાલ હતો તો ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના પુકારની કેમ રાહ જોઈ? તે પેહલે થી ત્યાં કેમ ના ગયા? આ સબંધમાં ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉધ્ધવ, શ્રી કૃષ્ણે ને ઉદ્ધવગીતાકે ઉદ્ધવ ભાગવતમાં કેટલાય સવાલો પૂછે છે. તો મિત્રો આપને જાણીએ કે ભગવાન અને ઉદ્ધવ નો શું સંવાદ થયેલો છે.

ભગવાન શ્રી કૃષ્ણજી ને તેમના સખા ઉધ્ધવજી પૂછે કે ,હે નાથ તમને તો પાંડવો સૌથી પ્રિય હતા અને તેઓ તમારા મિત્ર પણ હતા અને પાંડવોને તમારા ઉપર હમેંશાથી ખુબ જ શ્રધ્ધા અને પૂર્ણ વિશ્વાસ રાખતા હતા,તમને તો આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે અને શું થવાનું છે તેનું પૂર્ણપણે જ્ઞાન હતું, તમે ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને ને જાણવા વાળા છો,પાંડવો તમને સાચા મિત્ર તરીકે ગણે છે, છતાં તમે પાંડવો સાથે જે કર્યું તે સાચી મિત્રતાની પરીભાષા છે ?

ઉધ્ધવજી પૂછે જે તમે ધર્મરાજને ધુત રમવાની ના કેમ નો પડી? અને ના તો આપડી નહિ પરંતુ તમે તેનું ભાગ્યને પણ કેમ બદલ્યું નહિ?અગર જો તમારી ઈચ્છા હોય તો ધર્મરાજ કોઈ દિવસ ધુતમાં હારી નો જાત અને તમે જો ઈચ્છું હોય તો યુધિષ્ઠિરનો વિજય પણ થાત,યુધિષ્ઠિર ધુતમાં તેનું બધું ધન,રાજ્ય સહીત તેમને ખુદને અને તેના નાના ભાઈઓ સહીત બધું જ હારી ગયા હતા,છતાં તમે ધર્મરાજ ને રોકવાનો પણ પ્રયત્ન ના કર્યો?બધું હારી ગયા છતાં પણ દુર્યોધન પાંડવોને સારી કિસ્મતવાળા કીધા અને ઉકસાવ્યા કે તમારી પાસે તો હજી એક અમૂલ્ય વસ્તુ છે,

જો તમે તેને દાવ પાર લાગવોં ને જીતી જશો તો તમારું હારેલું અમે આપને બધું જ પાછુ આપી દેશું અને ધર્મરાજ દુર્યોધનની લાલચ માં આવી જાય છે અને દ્રૌપદી ને દાવ પર લગાવે છે,ત્યારે પણ આપે કેમ ધ્ર્મેરાજ ને રોક્યા નહિ અને તેના મનમાં તે કૈક ખોટું કરી રહ્યા છે તેવો ભાવ પણ જગાવ્યો?અને જો તમારી ઈચ્છા હોત તો, તમે તમરી દિવ્ય શક્તિથી પાસાને ધર્મરાજની બાજી તરફ કરી શકત અને તમે આમ પણ ના કર્યું,અને તમે ધર્મરાજની વચ્ચે ના આવ્યા,દ્રૌપદીને બાહરી સભામાં લાવવામાં આવી અને જયારે તેના વસ્ત્ર ઉતારી રહ્યા હતા અને દ્રૌપદિને લાગ્યું કે મને હવે “માધવ” સિવાય કોઈ નહિ બચાવી શકે અને દ્રૌપદીએ આપને “हरी, हरी, अभयम कृष्णा, अभयम”  નામના જાપ થી તમને બોલાવ્યા ત્યારેજ તમે ત્યાં હાજર થયા અને દ્રૌપદીને ચીર પૂર્યા, આપે પાંડવોને તેના મુસીબતના સમયે મદદ ના કરી તો એનો ફાયદો શો? અને શું આજ ધર્મ છે?

ઉધ્ધવજીના આ સવાલો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મનમાં હસતા હસતા જવાબ આપે છે કે,આજ સુષ્ટિ નો નિયમ છે, આ સમયે દુર્યોધનની પાસે વિવેક હતો જયારે ધર્મેરાજ વિવેક ને ભૂલી ગયેલા અને આજ કારણે ધર્મરાજ ને આ ધુતમાં હારવું પડ્યું હતું,દુર્યોધનની પાસે ધન દોલત ની ત્યારે કોઈ કમી ના હતી,અને દુર્યોધન ને પાસા ફેકવાનું ત્યારે કોઈ જ્ઞાન પણ ના હતું,તો તેને પોતાના તરફ થી મામા શકુનિને સભાની વચ્ચે પોતાના તરફથી ધુતના પાસા ફેકશે તેવું જણાવેલુ, અને આ તરફ ધર્મરાજ પણ એવું કરી શક્યા હોય તે પોતાના પિતરાઈ ભાઈ એટલેકે મને પોતાના તરફ થી પાસા ફેકવા માટે આમંત્રિત કરી શક્યા હોત,અને તમે વિચારો કે હું અને શકુની બંને જો પાસા ફેકત તો વિજય જોનો થાત? સંભવ છે જ વિજય પાંડવો નો થાત , ચાલો આ વાત ને છોડી દઈએ, એ સિવાય પણ ધર્મરાજે સૌથી મોટી ભૂલ એ કરી છે કે, તેઓએ ધુત રમતા પેહલા મને એક પ્રાથર્ના કરી હતી કે,હે માધવ જ્યાં સુધી હું આપને બોલવું નહિ ત્યાં સુધી તમે ધુત સભામાં આવતા નહિ, કેમ કે ધર્મરાજ ધુત મારાથી છુપાઈને રમવા માંગતા હતા, અને આજ પ્રાથર્નાએ ધર્મેરાજે મને બાંધી ને રાખેલો, એટલે જ હું બહાર ઉભો ધર્મરાજ ના બુલાવાની રાહ જોઈ રહ્યો હતો,જો કોઈએ મને બોલાવ્યો હોત તો હું જરૂર ત્યાં હાજર થઇ જાત, પરંતુ બધા જ ધુત રમવામાં એટલા બધા તો વ્યસ્ત થઇ ગયા કે તેઓ મને જ ભૂલી ગયા અને પોતાના ભાગ્યને અને દુર્યોધનને દોષ દેવા માંડ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ આગળ ઉધ્ધવજીને કહે છે કે દ્રૌપદીને પણ સભામાં તેના વાળ થી ઘસેડીને લાવવામાં આવી રહી હતી ત્યારે પણ તેને પોતાની શક્તિનો ઉપયોગ કરીને થાય એટલો સામનો કરેલો અને જયારે તેના વસ્ત્રને દુશાશન દ્વારા ખેચવામાં આવ્યા ત્યારે જ તેને મને બોલાવેલો અને મેં તરતજ પહોચીને તેની રક્ષા કરેલી, હવે ઉધ્ધવજી તમે જ મને કહો કે આમાં મારો શું વાંક?

ભગવાન શ્રી કૃષ્ણે આ બધી જ વાત તેમના સખા ઉધ્ધવજીને કહેલી, આ વાર્તાલાપ પછી ઉધ્ધ્વજી ભગવાન ને કહે છે કે તમે જે સ્પષ્ટિકરણ આપ્યું છે, તે એકદમ પ્રભાવશાળી છે,અને હું તમારા જવાબથી પણ ખુબ જ પ્રસન્ન છું, પણ મને હજી એક સવાલ થાય છે , જો ભગવાન તમારી આજ્ઞા હોય તો હું આપને પૂછું, ભગવાન પ્રસન્ન થઈને ઉધ્ધવજીને કહે છે કે તમે પૂછી શકો છો, અને ઉધ્ધવજી પૂછે કે આ બધી જ વાત નું મારી દ્રષ્ટિએ એક જ કારણ નીકળે છે કે, ભગવાન ભક્તની પાસે ત્યારેજ જશે જયારે તેને બોલાવવામાં આવશે,અને તમાંરો કોઈ ભક્ત કોઈ મુસીબતમાં ફસાયેલો હોય તો તમે તમારી જાતે જઈને કોઈને મદદ નહી કરો ?

ભગવાન શ્રી કૃષ્ણ ઉધ્ધ્વ્જીના આ સવાલ નો જવાબ આપે છે કે, બધાને પોતાના કર્મની અનુસાર ફળ મળતું હોય છે,અને તેનું સંચાલન થતું હોય છે, પરંતુ હું કોઈને કોઈના કાર્યમાં દખલગીરી કરતો નથી.માત્ર હું એક સાક્ષી છું અને ઈશ્વરના કર્મફળ અનુસાર તે બધું જ જોતો હોવ છું.

ભગવાન શ્રી કૃષ્ણના આ જવાબ માં ઉધ્ધવજી ભગવાન ને કહે છે કે આનો મતલબ તો એમ જ થયો ને કે મનુષ્ય કોઈ પણ કામ કરશે તેને તમે સાક્ષી રુપે ઉભા રહીને બધું જોતા રેહશો, અગર મનુષ્ય પાપ કરશે તો પાપ ને પણ જોશો, અને ભલે તે પાપ કરી કરીને પાપનું ભાથું બંધાતો રહે,અને તેનું ફળ ભોગવતો રહે.

ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે,કે તમે શબ્દમાં છુપાયેલા અર્થને સમજવાની કોશિશ કરો,જો તમે બધું જ સમજીને મારો સ્વીકાર કરશો અને એ સમજશો  કે ભગવાન “અત્ર-તત્ર –સર્વત્ર “ રહેલા છે,અને તેઓ સાક્ષી રુપે બધું જોઈ રહેલા છે, તો કોઈ માણસ જે આચરણ કરશે ત્યારે જરૂર વિચારશે કે કોઈ જોવે કે ના જોવે પરંતુ ભગવાન જરૂર જુવે છે.એના આ વિચાર સાથે જો મનુષ્ય રહેશે તો તે કોઈ દિવસ કોઈ ખરાબ કામ કરવાનું વિચારી શકશે?નિશ્ચિત છે જ કોઈ મનુષ્ય ખરાબ કામ કે પાપ કરી નહિ શકે, જો  ધર્મરાજ એ સમજી લેત કે હું બધે જ છું અને સાક્ષી રુપે બધું જ જોઈ રહેલો છું,તો કોઈ દિવસ ધુત માં આવું ના થાત અને ધર્મરાજ અજ્ઞાન હતા અને તેઓએ અજ્ઞાનમાં જ ધુત રમી રહ્યા હતા અને તેઓ હારી ગયા,આ જવાબ થી ઉધ્ધવજી મંત્રમુગ્ધ થઇ ગયા અને ભગવાન ને કહ્યું કે ભગવાન તમે કેટલું વાસ્તવિક સત્ય આજે મને જણાવ્યું, જેનો હું હમેંશા આપનો આભારી રહીશ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!