ખોબા ભરીને છૂટછાટ આવી લોકડાઉન ૪ માટે – પાનની દુકાનોથી લઈને વાળંદ પણ ખુલા રહેશે

ચીનના વુહાન થી ફેલાયેલ કોરોના ધીમે ધીમે સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. આવામાં ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યો સૌથી વધુ ફેલાયો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોકડાઉન 4.0ની ગાઇડલાઇન્સ આધારે ગુજરાત રાજ્યની પ્રજાને સંબોધન કર્યું છે.

ગુજરાતમાં લોકડાઉન 4.0 અંગે કરવામાં આવેલ લાઈવ કોન્ફરન્સ માં, મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

વિજયભાઈ રૂપાણી એ ગુજરાતની જનતાએ ત્રણ લોકડાઉન દરમિયાન કોરોના વૉરિયર્સ અને સરકારને સાથ-સહકાર આપ્યો, તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કોરોના વાયરસ ને નિયત્રંણ કરવા માટે લાગુ કરેલ લોકડાઉન 54 દિવસથી ચાલી રહ્યું છે આવામાં ગુજરાતની જનતા એક થઈને કોરોના સામે લડી રહી છે અને લૉકડાઉનમાં સતત બદલાતાં નિયમોનું પાલન કર્યું છે.

કોરોના સામેની લડાઈ લાંબી ચાલશે, તેના માટે અનેક પ્રયત્નો ચાલુ છે. લોકડાઉનને કારણે ગરીબ-શ્રમિક રોજમદાર અને મધ્યમવર્ગને વધારે પ્રમાણમાં ફટકો લાગુ પડ્યો છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ લોકડાઉન 4.0માં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનના આધારે રેડ, ઑરૅન્જ કે ગ્રીન ઝોનમાં વિભાજન અને મૉનિટરિંગ કરવામાં આવશે.

વધુ પ્રમાણમાં કોરોના ગ્રસ્ત જિલ્લાઓ અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા ચાલુ કરી દેવામાં આવશે. આ સિવાય એક રિક્ષામાં વધુમાં વધુ બે જણ બેસી શકે તેવી વિનંતી કરી છે.

તેમને વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના કર્ફ્યુનું કડકાઈપૂર્વક પાલન કરવામાં આવશે.

નોન-કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સવારે આઠ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી વેપાર ધંધારોજગાર કરી શકાશે

આ સિવાય તેમને ગાઈડ લાઈન જાહેર કરતા કહ્યું કે ટુવ્હીલર પર એક જ વ્યક્તિ મુસાફરી કરી શકશે

કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા શરુ રહેશે, સમય રહેશે 8 થી 3
નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે.

આ સિવાય તેમને કહ્યું કે લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણ માં ૨૦ લોકો ની મંજુરી આપવામાં આવશે.

કંટેઈનમેંટ વિસ્તાર ની બહાર ની પાન મસાલાની દુકાનોને છુટછાટ આપી દેવામાં આવી છે. આ સિવાય સલૂન અને બ્યુટી પાર્લર ચાલુ રાખવામાં આવશે.

માર્કેટ અને શોપિંગ કૉમ્પ્લેક્સમાં એકી-બેકી સંખ્યાના આધારે દુકાનો ખોલવાની મંજૂરી અપાશે, મહત્તમ પાંચ ગ્રાહકો દુકાન પાસે ઊભા રહી શકશે.

આ રીતે ગુજરાત રાજ્ય કોરોના વાયરસ ને આધારે બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!