ગરમીમાં થતુ આ દેશી ફળ ફાયદાઓમાં છે વિશ્વ અગ્રેસર – આ ૫ લાભ સંજીવની સમાન છે

ગરમીની સીઝનમાં થતું આ દેશી ફળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે તમે તેના ફાયદા જાણ્યા પછી તેને ખાવાનું ભૂલશો નહિ

તમે ક્યારેય જંગલમાં ગોરસ આંબલીના ઝાડનું નામ સાંભળ્યું છે? આ ઝાડ સામાન્ય રીતે જંગલોમાં જ જોવા મળે છે, પરંતુ ગામડા સાથે જોડાયેલા લોકોએ આ ફળ જરૂર જોયું જ હશે. ગોરસ આંબલીમાં પુષ્કળ ઔષધીય ગુણ હોય છે અને તે ખૂબ ફાયદાકારક હોય છે. ઘણા બધા વિસ્તારોમાં તો આ ફળ ખાવામાં આવે છે અને બજારમાં વેચાય છે, સામાન્ય રીતે આ ફળ એપ્રિલથી જૂનની સીઝનમાં આવે છે.ઘણા એવા પ્રદેશો છે જેમને આ ફળ અને તેના ગુણધર્મો વિષે ની માહિતી ના હોવાથી ત્યાંના લોકોએ આ ફળ ખાધેલ જ નથી.

તમને જણાવી દઈએ કે ગોરસ આંબલીની અંદરનું ફળ સફેદ હોય છે અને તેનો આકાર આમલી જેવો હોય છે. પરંતુ પાક્યા પછી, આ ફળ લાલ થઈ જાય છે. તેથી ફળનો સ્વાદ થોડો ખાટો મીઠો હોય છે. અલગ અલગ વિસ્તારોમાં લોકો તેને અલગ અલગ નામથી ઓળખે છે જેમ કે વિલાયતી આમલી, ગંગા જલેબી, મીઠી આમલી વગેરે. આજે અમે તમને  ગોરસ આંબલીના આરોગ્ય વિશેના લાભોની માહિતી આપીશું જેથી તમે એ ફળ ખાવાનું ચૂકશો નહિ.

ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે :- ગોરસ આંબલીને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં ઘણા એન્ટીઓકિસડેંટસ હોય છે, જે શરીરને ફાયદો કરે છે. ટાઇપ -2 ડાયાબિટીઝના દર્દીઓ માટે ગોરસ આંબલી ફળ અને તેના રસનું સેવન કરવું ઘણું ફાયદાકારક હોઈ શકે છે. ઘણા ચિકિત્સકો અને વૃદ્ધ લોકો માને છે કે ડાયાબિટીઝના દર્દીઓ જો એક મહિના સુધી આ રોજ ગોરસ આંબલીનું ફળ ખાય તો તેને ડાયાબિટીઝ રોગથી છૂટકારો મળી શકે છે.

કેન્સર સામે રક્ષણ કરે છે :- બની શકે છે કે તમને આ વાત ઉપર વિશ્વાસ ન આવે. પરંતુ Journal of Pharmacognosy and Phytochemistry માં પ્રકાશિત એક અહેવાલ મુજબ ગોરસ આંબલીના ફળમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. એટલે કે જો આ ફળનું સેવન કરવામાં આવે તો, શરીરમાં કેન્સર કોષોની વૃદ્ધિનો દર અટકે છે અને જો કોઈ વ્યક્તિને કેન્સર નથી, તો તે થવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે, કારણ કે આ ફળમાં રહેલા એન્ટીઓકિસડેંટસ કેન્સરના કોષોનો વિકાસ અટકાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :- ગોરસ આંબલીનું સેવન કરવાથી  રોગ પ્રતિકારક શક્તિમાં  પણ વધારો થાય છે. કોરોના વાયરસને કારણે આજકાલ રોગપ્રતિકારક શક્તિની ઘણી ચર્ચા થઈ છે. આવી સ્થિતિમાં જો તમે ગામડામાં છો અને તમારી આસપાસ ગોરસ આંબલીનું ઝાડ છે, તો તમારે તે ફળ રોજ ખાવ અને પરિવારના અન્ય સભ્યોને પણ ખવડાવવા જોઈએ. ગોરસ આંબલીના ખાટા મીઠા ફળમાં વિટામિન સી ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, તેથી તે એન્ટીઓકિસડેંટસ તરીકે કામ કરે છે અને રોગો સામે લડવાની શક્તિમાં વધારો કરે છે.

હાડકાં અને સ્નાયુઓ માટે ફાયદાકારક :- તમને ક્યારેય વિચાર નથી આવતો કે ગામડામાં લોકો આટલા મજબૂત કેવી રીતે હોય છે અને તેઓ આટલું કામ, ભારે વજન ઉપાડવો, પગપાળા ચાલવું વગેરે બધું કેવી રીતે કરી લે છે? હકીકતમાં ગામડાનું ખાવા પીવાનું ઘણા ઔષધીય વસ્તુઓ શામેલ હોય છે, જે તેમના શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેમાંથી ગોરસ આંબલી પણ આમાંનું એક ફળ છે. ગોરસ આંબલીના ફળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપુર હોય છે, તેથી તેનું સેવન કરવાથી હાડકા અને દાંત મજબૂત થાય છે, સાથે જ તે સ્નાયુઓને સ્વસ્થ રાખે છે.

પેટને સ્વસ્થ રાખે છે :- ગોરસ આંબલીના ફળનું સેવન કરવાથી તમારી પાચન શક્તિમાં વધારો થાય છે અને તમારું પેટ સ્વસ્થ રહે છે. આ ફળમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. એક લેખમાં સંપૂર્ણ માહિતી આપવી મુશ્કેલ છે. તેથી તમે આ ફળના તબીબી સંશોધનનો અહેવાલ વાંચી શકો છો, જે જણાવે છે કે આ ફળ શરીરના 100 થી વધુ રોગોને મટાડવામાં સક્ષમ છે.

 

 

Leave a Reply

error: Content is protected !!