અમરેલી બાદ ગુજરાતના આ ગામ-શહેરોમાં કોરોના વિસ્ફોટ – તંત્ર અને જનતા ધ્રુજી ઉઠ્યા

કોરોના વાઇરસે જયારે આખા વિશ્વને હેરાન પરેશાન કરી મુક્યું છે ત્યારે ગુજરાત પણ દેશમાં ઘણા કેસ સાથે આગળ છે. અમદાવાદ, સુરત, વડોદરા માં સૌથી વધુ કેસ મળ્યા હતા જયારે ગુજરાતના અમુક જીલ્લા હતા જ્યાં કોઈ પણ કેસ નહોતો નોંધાયો. પણ આજે પરિસ્થિતિ વિપરીત છે. સવાર માં જ સમાચાર આવ્યા કે અમરેલી જે અત્યાર સુધી ગ્રીન ઝોનમાં હતું ત્યાં આજે સુરત થી આવેલ એક વૃદ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આપતા તંત્ર દોડતું થયું છે.

અમરેલીમાં બનેલ ઘટના પછી ત્યાં ફરજ માં રહેલ ૩ ડોક્ટર ને કવોરનટાઈન કર્યા અને એ સેન્ટર ને બંધ કરેલ છે જેથી આ રોગ અમરેલી જીલ્લામાં આગળ નો ફેલાય.

આ સાથે જ મળતી વિગત મુજબ દ્વારકાના  સલાયા માં કોરોના વિસ્ફોટ કહી શકીએ એ રીતે સવાર થી એક જ દિવસમાં ઓચિંતા સાત નવા કોરોના પોઝીટીવ કેસ મળતા અરેરાટી બોલી ગઈ હતી. લોકો અને તંત્ર બંનેમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

થોડા દિવસ પહેલા જામનગર ને પણ ગ્રીન ઝોન માં જાહેર કરવામાં આવેલ પણ છેલ્લા થોડા દિવસ થી જામનગર પણ કોરોના દર્દીઓ થી છલકાઈ રહ્યું છે. આજે પણ જામનગરમાં કોરોનાના ૪ કેસ સાથે ટોટલ ૩૩ કેસ સાથે જામનગર પણ ચિંતાજનક પરિસ્થિતિ માં મુકાઇ ગયું છે.

દર્ક્ષીણ ગુજરાતના મહેસાણામાં કોરોનાના વધુ 5 કેસ નોંધાતા હાહાકાર મચી રહ્યો છે. એ સાથે આજે ૨ સજા થયેલા દર્દીઓનો પણ રીપોર્ટ ફરી પોઝીટીવ આપતા ચિંતા વધી છે. સારવાર લીધા બાદ સાજા થયા હતા, પરંતુ તેમાંથી 2 દર્દી ફરીથી સંક્રમિત થયા છે.

ગુજરાતના મહિસાગરમાં પણ કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે. મહિસાગરમાં કડાણા તાલુકામા ડિટવાસ ગામે કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. સંતરામપુર સબજેલના એક કેદીને પણ કોરોના પોઝિટીવ આવતા એમના સંપર્કમાં આવેલ એક પોલીસકર્મી ને પણ હોમક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને જિલ્લામાં કોરોનાના કુલ 46 કેસ થયા છે.

ગુજરાતના  ખેડા જિલ્લાના નડિયાદના કંજરી ગામ થી પણ આજે  કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે. નડિયાદના કંજરી ગામે 42 વર્ષના એક  વ્યક્તિને પોઝિટીવ આવતા ખેડા જિલ્લામાં હવે ટોટલ  34 પોઝિટીવ કેસ નોંધાયા છે.

હમેશા ચર્ચામાં રહેલા ભાવનગરની જો વાત કરીએ તો ત્યાં આજે થોડી શાંતિ છે. અને ફક્ત એક જ નવો કેસ નોંધાયો છે. પણ અગાઉ ના દર્દીઓ ને હજુ રજા મળેલ ન આથી. આ સાથે ભાવનગરમાં ટોટલ  કેસ 99 થયા છે અને જેમાંથી 49 દર્દી સાજા થયા છે.

જામનગર અને અમરેલી સિવાય દીવ પાસે આવેલ ઉના તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ એક સાથે ૫ પોઝીટીવ કેસ આવતા દીવ અને ઉનાની જનતામાં ફફડાટ મચી ગયો છે. લોકોમાં ખુબ જ ગભરાહત ફેલાઈ રહી છે અને લોકો લોકડાઉન ખુલવાની રાહ જોવાની સાથે કઈ રીતે પરિસ્થિતિ નો સામનો કરીશું એ વિચારમાં પડી ગયા છે.

તંત્રએ જ્યાં સુધી કોરોના કંટ્રોલ માં ના આવે ત્યાં સુધી આવી અવર જવર ના થવા દેવી જોઈએ જેથી કોરોના ફેલાઈ નહિ એવી વાતો પણ થવા લાગી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!