ગુજરાતમાં એક જીલ્લાથી બીજા જીલ્લામાં જવા માટે આવ્યા સમાચાર – આ રીતે કરી શકશો ટ્રાવેલ

કોરોના ના કહેર વચ્ચે લોકડાઉન ૪ શરુ થઇ ગયું છે જે ૩૧ મે સુધી ચાલુ રહેશે. અને ત્યાં સુધી સમગ્ર ભારત લોક ડાઉન રહેશે. અલગ અલગ નિયમો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળી ગયા છે અને ગુજરાત માટે પણ ઘણા નિયમો ગઈ કાલે આવ્યા છે.

આજથી, ગુજરાત ના અમદાવાદ, સુરત સિવાય લગભગ બધે ઘણી છૂટછાટ સાથે જીવન ચાલુ થઇ ગયું છે. સવારે ૮ થી બપોરે ૪ સુધી દુકાનો એકી-બેકી પ્રમાણે ચાલુ રહેશે, ઓફિસો ચાલુ થશે, જનજીવન કોઈ પણ પાસ કે પરમીશન વગર ચાલુ થશે. સાંજે ૭ થી સવારે ૭ સુધી કર્ફ્યું નું ચુસ્ત પાલન પણ થશે.

આની સાથે લોકોમાં સૌથી મોટો પ્રશ્ન હતો, પાન મસાલા વાળંદ વિગેરે દુકાનો વિષે, તો એ પણ ખોલવાની છૂટ આપી છે, ભીડ ના થાય એનું ધ્યાન દુકાનદારે રાખવાનું રહેશે.

ગુજરાત માં એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવા માટે ના નિયમો આવી ગયા છે. અને એ સાથે માહિતી આવી છે કે ગુજરાત માં જ એક જીલ્લા માંથી બીજા જીલ્લામાં કોઈ ને જવું હોય તો પોતાની પ્રાયવેટ કાર (વાહન) કે ટેક્સી માં જઈ શકાશે પણ આ નિયમ હેઠળ એ ચોખવટ થઇ છે કે ફોર વ્હીલરમાં ડ્રાઈવર સહીત ૨ જ પેસેન્જર જઈ શકશે. જો આ નિયમ પળાશે તો કોઈ તકલીફ નથી. અને હા, કોઈ પણ જીલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોન માં પ્રવેશ નિષેધ જ રહેશે.

આ માહિતી ઓફિશિયલી જલ્દી જ આવશે, પછી જ તમે ક્યાંય નીકળવાનો નિર્ણય લેજો। પણ મિત્રો, હકીકત માં અત્યારે ક્યાંય જવું યોગ્ય કે હિતાવહ નથી. જ્યાં છો ત્યાં જ રહો તો વધુ સારું।

તો મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, લોકડાઉન ખુલ્યું એની જેટલી આતુરતાથી તમે રાહ જોતા હતા, એટલી જ આતુરતાથી કોરોના પણ રાહ જોતો હતો, જેથી સમજુ બનજો, બને ત્યાં સુધી ઘરમાં રહેજો, ઓછા લોકોને મળજો, નિયમો નું પાલન કરજો અને પોતે પણ સતર્ક રહેજો અને પરિવાર, શહેર, દેશને બચાવવામાં સહયોગ આપજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!