સૌરાષ્ટ્ર – રાજકોટ માટે સૌથી મહત્વના આ સમાચાર – જેને લીધે કદાચ કાલે પેંડા પણ વહેંચાઇ શકે છે

ગઈ કાલે કેન્દ્ર ની ગાઈડલાઈન્સ આવી પછી આજે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લાવી આવેલા અને મહત્વની જાહેરાતો કરેલ છે.

એમના કહેવા પ્રમાણે, ગુજરાતના કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય લગભગ બધી છૂટછાટ મળી જશે. પણ આખા ગુજરાતમાં સાંજે ૭ થી સવારે ૭ કર્ફ્યું રહેશે.

કન્ટેન્ટમેન્ટ ઝોન માં સવારે ૮ થ ૩ માં જીવન જરૂરિયાત ની વસ્તુઓ મળી શકશે એ સિવાય બધા નિયમો નું કડક પાલન કરવું પડશે.

કેટલા એરિયા કન્ટેન્ટમેન્ટ ઝોન માં હશે એની યાદી જલ્દી જ આવી જશે પણ અમદાવાદના અમુક વિસ્તારો અને સુરત ના વિસ્તારો વધુ પડતા સામેલ હશે જયારે બીજા શહેરો ગામોમાં અમુક એરિયા જ માર્યાદિત હશે.

રાજકોટ અને સૌરાષ્ટ્ર જે દુકાનો ખોલવા માટે છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યો છ્હે તે પાન-મસાલાની દુકાનો ખોલવા માટે રાજ્ય સરકારે છૂટ આપી દીધી છે. આજે શ્રી રુપાણીએ લોકોને સંબોધતા કહી  દીધું છે કે રાજ્યમાં આવતી કાલથી પાન-મસાલાની દુકાનો પણ ખુલ્લી રહેશે.

વિજયભાઈ એ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ દુકાનોએ લોકોએ ભીડ કરવી નહીં. લોકોએ જાહેરમાં થુંકવું પણ નહીં નહિ તો ૨૦૦ રુ દંડ થશે. ઇચ્છનીય છે કે લોકો પાર્સલ લઈ અને જતા રહે તો રોગચાળો વધુ ફેલાઈ નહિ.

આ સમાચાર થી લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એક અનેરો આનંદ દેખાયો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!