આનંદો.. ફરી ધબકશે ગુજરાત.. ફરી ધમધમશે ગુજરાત – લોકડાઉન ૪માં મંગળવારથી ગુજરાતમાં

લોકડાઉન ૪ અંગે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારે કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન પણ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉનને આપણે સ્ટ્રિકલી આગળ વધી રહ્યા છે.

ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગઈકાલે કલેક્ટરો સાથે ચર્ચા કરીને પોત પોતાના વિસ્તારના કન્ટેઈન્મેન્ટ ઝોન રાજ્ય સરકારને સોંપશે. અને તેને કેન્દ્ર સરકારને સોંપાશે. મંગળવાર સવારથી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપીશું. હવે કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તમામ ઈન્ડસ્ટ્રીને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે એસટી અને સિટી બસ સર્વિસ પ્રમાણે ચાલુ કરવામાં આવશે. અને તેના નિયમો આવતીકાલે બહાર પાડશે.

નાઈટ કરફ્યુનો અમલ કરવામાં આવશે. સાંજે 7થી સવારના 7 સુધી બધાએ ઘરમાં રહેવાનું છે. અને તેનો કડક અમલ કરાવવામાં આવશે. સ્કૂટરચાલકો અને રિક્ષાચાલકોને પણ છૂટ આપવામાં આવશે. પણ આવતીકાલે એના નિયમો બહાર પડશે. કેટલા પેસેન્જર અને કેટલા સમય સાથે ચલાવવાનું રહેશે તેની જાહેરાત કરવામાં આવશે.

દુકાનો અને ઓફિસો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર ચાલુ કરવા માટેનાં નિયમો બહાર પાડવામાં આવશે. છૂટછાટ મળશે પણ તેના નિયમો જાહેર કરવામાં આવશે. હોમ ડિલિવરીનાં નિયમો પણ જાહેર કરવામાં આવશે. જાહેરમાં ગુજરાતમાં જ્યાં પણ થુંકશે તેના પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે. અલગ અલગ રાજ્યો પ્રમાણે નહીં પણ સમગ્ર ગુજરાતમાં તેના પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે. અને સમગ્ર ગુજરાતમાં માસ્ક નહીં પહેરે તો પણ 200 રૂપિયા દંડ લેવામાં આવશે. ગુજરાતની જનતા સાથ સહકાર આપે તેવી અપેક્ષા છે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ચાલુ રાખવામાં આવશે એવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે.

Author: ‘ભવ્યા રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!