ગુજરાત એસ.ટી . બસ માટે આવ્યા મહત્વપૂર્ણ નિયમો – ટિકિટ બુકીંગ થી લઈને પીકઅપ પોઇન્ટ ના આ નિયમો

ગુજરાત સરકાર લોકડાઉન 4 પછી નવી નવી માર્ગદર્શિકા બહાર પાડી રહી છે. આવામાં દિવસે દિવસે નવા નિયમો પણ બહાર આવી રહ્યા છે. ગઇકાલે આપેલી માર્ગદર્શિકા અનુસાર અમુક વિસ્તારોમાં બધી જ દુકાનો ખોલવા માટે નિયમો સાથે છૂટછાટ આપી હતી.

જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધારે નથી તેવા જિલ્લાઓમાં બધું જ ખુલ્લુ કરવા માટે સરકારે ગાઈડ લાઈન બનાવી હતી. જે ગઈ કાલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

આજે બીજા સમાચાર સામે આવી રહ્યા છે જે અનુસાર હવી એસટી બસો માં મુસાફરી અંતર્ગત એક ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડ લાઈન અનુસાર મુસાફરે બસમાં મુસાફરી કરવા માટે 30 મિનિટ પહેલા જ બસ જોડે પોહચી જવું પડશે. આ સાથે સાથે જરૂરી વસ્તુઓ જેવી કે માસ્ક અને સેનેટાઈઝર જોડે રાખવું પડશે.

આ સિવાય દરેક મુસાફરે ઇ ટિકિટ લઈ લેવા માટે સરકાર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે તે સિવાય મુસાફરે વધુ ભીડ ન કરવી તેમ પણ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર મુસાફરે હમણાં લોકડાઉન દરમિયાન બસ કાઉન્ટર પાસેથી તથા ટિકિટ કંડકટર પાસેથી ટિકિટ લેવાની રહેશે.

આ મુસાફરી દરમિયાન મુસાફરે મોઢા પર માસ્ક લગાવી રાખવું પડશે અને સંક્રમણ ન થાય તેની કાળજી રાખવી પડશે. મુસાફરનું બસસ્ટેશન માં તાપમાન ચેક કરીને તેની કોરોના અંગેની ખાતરી કરવામાં આવશે.

બસની કેપેસિટી અનુસાર દરેક બસમાં 60 મુસાફરોને જ એન્ટ્રી આપવામાં આવશે. આ સિવાય વધારાના મુસાફરોને બસમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!