મંદિર બહાર ગોળીઓ મારી આ કારણથી હત્યા થયેલી ટી-સીરીઝના માલિક ગુલશન કુમારની

સંગીતની દુનિયાના બાદશાહ કેહવાત એવા ગુલશન કુમારનો જન્મ 5-મેં ના થયેલો હતો, ગુલશન કુમારને સંગીત માં જેટલી સફળતા મળેલી હતી તે સફળતા સુધી અત્યારે કોઈક જ પહોચી શકે છે,તેમના ગીતોએ લોકોના દિલમાં એવું ઘર કરી લીધું હતું કે તેમને “કેસેટ કિંગ “ નામ આપવામાં આવેલું હતું,ગુલશન કુમાર તેમન પિતાજી સાથે જ્યુસની દુકાન ચલાવતા હતા ત્યારે તેમને પણ એવો ખ્યાલ નહોતો કે તેઓ આટલું મોટું નામ કમાવાના છે,એમની મ્યુઝીક કંપનીનું આજે પણ બોલીવુડમાં ખુબજ મોટું નામ છે,જોકે બોલીવુડની દુનિયામાં એક કાળો દિવસ આવ્યો અને ગુલશન કુમારની મંદિરની બહાર હત્યા કરી દેવામાં આવી.તો આ હત્યા કેવી રીતે થયેલી તેની માહિતી આજે અમે આપને આ અમારા આર્ટીકલ દ્વારા આપીશું.

12 ઓગસ્ટ 1997 ના હિન્દી મ્યુઝીક ઇન્ડસ્ટ્રી માટે એક ખરાબ દિવસ ઉગ્યો, ગુલશન કુમાર અંધેરીમાં આવેલા “જીતેશ્વર મહાદેવ” મંદિરના દર્શેને ગયેલા હતા, અને જયારે તેઓ દર્શન કરીને મંદિરે થી આવતા હતા ત્યારે જ તેમને ગોળી મારવામાં આવી હતી અને તેમને એકી સાથે 16 ગોળી મારવામાં આવી હતી જેના લીધે ગુલશન કુમારને પોતાની જાતને સંભાળવાનો પણ સમય મળ્યો ના હતો,અને તેમનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું.

એક રીપોર્ટમાં જણવ્યું છે કે 12 ઓગસ્ટના ,42 વર્ષીય ગુલશન કુમાર જીતેશ્વર મહાદેવ ના મદિરે ગયેલા હતા,અને આ મંદિર તેમના ઘર થી લગભગ એકાદ કિલોમીટરના અંતર ઉપર જ હતું, તેઓ પૂજા કરીને ઘરે આવતા હતા ત્યારે તેમના એક હાથમાં પૂજાની થાળી હતી અને બીજા હાથમાં માળા હતી,ત્યાં અચાનક તેમને ખ્યાલ આવ્યો કે તેમની પીઠ માં કોઈ બંદુક રાખીને ઉભું છે,અને તેમને પાછળ વળીને જોયું તો એક અંજાન માણસ બંદુક રાખીને તેમની પાછળ ઉભો હતો.

ગુલશન કુમાર કઈક વિચારે કે કઈક કરવાની કોશિશ કરે તે પેહલા જ તેની પીઠ ઉપર એક પછી એક એમ કરીને એકી સાથે ગોલીઓંનો વરસાદ થઇ પડ્યો,આ ગોળી ગુલશન કુમારને તેમના ડ્રાઈવરની સામે મારવામાં આવેલી હતી, ડ્રાઈવરે કળશથી હત્યારાને મારવાની કોશિશ કરેલી પરંતુ હત્યારાએ ડ્રાઈવરના પગ માં પણ એક ગોળી મારી દીધી.

ગુલશન કુમારની મોત પાછળ અન્ડરવલ્ડ નો હાથ હોય તેવું માનવામાં આવે છે, અન્ડરવલ્ડએ ગુલશન કુમાર પાસે ખંડણી માગેલી જેનો ગુલશન કુમાર દ્વારા ઇનકાર કરવામાં આવેલો હતો,એક રીપોર્ટ પ્રમાણે
“અબુ સ્લેમેં “ ગુલશન કુમારની સોપારી “દાઉદ મર્ચન્ટ” અને “વિનોદ જગતાપ” નામક શાર્પ શૂટરોને આપેલી હતી. 9જાન્યુઆરી 2001માં “વિનોદ જગતાપ” એ પોતાનો ગુન્હો સ્વીકારી લીધો હતી અને 2002માં “વિનોદ જગતાપ” ને ઉમ્રકેદની સજા થયેલી હતી. જયારે “દાઉદ મર્ચન્ટ” 2009માં પેરોલ ઉપર છોડવામાં આવેલા તે દરમિયાન ફરાર થઇ ગયેલા.મુંબઈ પોલીસે પોતાની તપાસ દરમિયાન એવી માહિતી આપેલી હતી કે આ હત્યામાં અન્ડરવલ્ડ માફિયા અને ફિલ્મી હસ્તીયા જિમ્મેદાર છે.

ગુલશન કુમાર આજે ભલે આપણી વચ્ચે હવે રહ્યા નથી પરંતુ તેમણે ડરનો સામનો ખુબજ બહાદુરીથી કરેલો,દિલ્લીના દરિયાગંજ નો એક જ્યુસ વેચાવાળો આટલો મોટો સંગીતકાર બનશે તેવો કોઈને સપનેય ખયાલ નહોતો ,ગુલશન કુમારે બ્લેક ઓડીઓના સેટ્સ ને રેકોર્ડ કરીને વેચવાનું કામ શરુ કરેલું,

કેટલાક વર્ષોમાં આ મ્યુઝીક કંપનીએ જ ગુલશનકુમાર ની કંપની ને દેશની સૌથી મોટી મ્યુઝીક કંપની બનાવી દીધેલી.ગુલશન કુમાર ના ગીતો લોકોને ખુબજ પસંદ આવતા હતા,જયારે ગુલશન કુમારે મુંબઈમાં  T-Series નામની પોતાની કંપની શરુ કરેલી ત્યારે તેઓએ નવા ગાયકોને પોતાની કળા દેખાડવાનો મોકો આપેલો હતો,આજે એ બધા જ સિંગર ખુબ જ મોટા સિંગર બની ગયા છે,તેમાં કુમાર સાનું, અનુરાધા પૌનડવાલ,અને સોનું નિગમ નું નામ સામીલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!