આ કારણથી હિંદુઓમાં અંતિમ સંસ્કાર સુર્યાસ્ત પછી નથી કરવામાં આવતો – વાંચવા જેવું

હિન્દુ ધર્મમાં માનવીના જન્મથી માંડીને મૃત્યુ સુધી 16 સંસ્કારોનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં  કરવામાં આવેલો છે, અને એમાંથી જ એક છે અગ્નિ સંસ્કાર, અને એને અંતિમ સંસ્કાર પણ કહેવાય છે. અંતિમ સંસ્કાર માટેના સમયને લઈને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે. એ પ્રમાણે સૂર્યાસ્ત પછી કોઈ પણ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ શકતા નથી. તો એવું તો શું કારણ છે કે હિંન્દુઓના ધાર્મિક ગ્રંથો સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કારની પરવાનગી આપતા નથી. તો મિત્રો આજે અમે અપને જણાવીશું કે શા માટે આપનું શાસ્ત્ર અગ્નિ સંસ્કાર ને સુર્યાસ્ત પછી કરવાની ના પાડે છે.

ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને અગ્નિ સંસ્કાર કરવો જોઈએ નહિ. જો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ રાતના સમયે થાય છે તો પણ એ વ્યક્તિના અંતિમ સંસ્કાર બીજા દિવસે સવારમાં જ કરવામાં આવે છે. એના વિષે એવી માન્યતા રહેલી છે કે, જો કોઈ વ્યક્તિના સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે, તો મૃતકની આત્માને પરલોકમાં કષ્ટ ભોગવવાનો વારો આવે છે. એની સાથે સાથે જ આવનારા જન્મમાં પણ, કોઈ અંગમાં ખોડ ખાપણ આવી શકે છે.

એટલા માટે જ સૂર્યાસ્ત પછી કોઈનું અગ્નિસંસ્કાર કરવામાં આવતું નથી. સાથે જ જ્યારે પણ કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો, ત્યારે એક કાણાં વાળા ઘડામાં પાણી રાખીને મૃતદેહની પરિક્રમા કરવામાં આવતી હોય છે અને પછી એને પાછળની તરફ પટકીને ફોડી દેવામાં આવતી હોય છે.

અને આ માટીના કાણાવાળા ઘડામાં પાણી બહ્રીને ફોડવા પાછળ નું રહસ્ય એ છે કે,પૌરાણિક માન્યતા પ્રમાણે, આવું કરવાથી મૃત વ્યક્તિની આત્માનો તેના શરીરથી મોહ ભંગ થાય, એના માટે કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે, મનુષ્યનું જીવન પણ ઘડાની જેમ મૃત હોય છે અને એમાં જે પાણી હોય છે એ મનુષ્યનો સમય હોય છે. જ્યારે ઘડામાંથી પાણી ટપકે છે, તો એનો એવો અર્થ થાય છે કે, આયુષ્યરૂપી પાણી દર વખતે ટપક્યા રાખે છે અને છેલ્લે બધુ જ ત્યાગીને જીવાત્મામાં પ્રવેશ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!