આટલું કરો અને કોઈ ખર્ચ વગર તમારા અનમોલ વાળને હમેંશા લાંબા, કાળા, સુંદર, આકર્ષક અને સ્વસ્થ બનાવો

આજકાલ દરેક લોકોમાં વાળની પ્રોબ્લેમ જોવા મળે છે. જેમાં વાળ ખરવા, વાળમાં ખોડો, નાની ઉંમરમાં ધોળા વાળ, બેમુખી વાળ, ટૂંકા વાળ જેવી સમસ્યાથી લોકો પીડાઈ રહ્યાં છે.

આજનાં સમયમાં વધું ફેલાયેલ પ્રદૂષણ, તણાવયુક્ત જીવન, અનિયમિત આહાર, હવામાનમાં બદલાવ, બીમારી, ઈન્ફેક્શન અને હોર્મોનમાં થતા ફેરફારને કારણે વાળની સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાઓને કારણે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે, વાળ પાતળા, સફેદ અને બેમુખવાળા થઈ જવા, ખરવા વગેરે જેવી અનેક તકલીફો સર્જાય છે. એવામાં જો તમે વાળને લઈને ચિંતામાં છો અને વાળની દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માગતા હોવ તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ જોરદાર ટિપ્સ.

જાણો વાળની દરેક સમસ્યાનો બેજોડ ઘરેલુ ઈલાજ :

(1) તલના તેલમાં કોપરેલ તથા દીવેલ ઉમેરવામાં આવે તો કેશતેલ વધુ ગુણકારી બને છે. દીવેલ નાખેલ તેલ વાળમાં વધુ સમય સુધી ટકી રહે છે. આનાથી વાળ કાળા, લાંબા અને ચમકતા બને છે.

(2) નારિયેળ તેલ, દહી અને લીંબુ – એક વાટકીમાં 2 ચમચી દહી, નારિયેળનું તેલ અને થોડો લીંબુનો રસ નાખો. આ મિશ્રણને તમારા વાળ પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ નાખો. આનાથી વાળ મુલાયમ અને શાઈની થશે. આનાથી ખોડો પણ દૂર થશે.

(3) લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળનાં જડમાં લગાડવાથી બીમાર વ્યક્તિના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઉગવા લાગશે.

(4) આમળાનો પાઉડર, દહીં, જૈતુનનું તેલ (ઓલિવ ઓઇલ) અને એલોવેરા જેલ સમાન માત્રામાં લઈને તેની એક પેસ્ટ બનાવી લેવી. તેને બરાબર મિક્સ કરીને અઠવાડિયામાં 3 વખત પોતાના વાળ અને વાળના મૂળ પર સારી રીતે લગાવો. લગભગ 20 મિનીટ બાદ વાળ ધોઇ નાખો. આમ કરવાથી તમારા વાળ માત્ર એક અઠવાડિયામાં જ સ્વસ્થ અને મજબુત બની જશે. નવા વાળ ઉગવા લાગશે, ગ્રે થઈ ગયેલાં વાળ કાળા થવા લાગે છે અને વાળનો ગ્રોથ વધવા લાગે છે.

(5) નારિયેળ તેલ અને અરીઠા – થોડાક નારિયેળના તેલમાં 4 ચમચી અરીઠાનો પાવડર મિક્સ કરો. તેને 20 મિનિટ માટે તમારા વાળમાં લગાવીને છોડી દો અને પછી શેમ્પૂથી ધોઈ લો. આનાથી વાળ ખરતા બંધ થઈ જશે અને બે છેડાવાળા વાળની સમસ્યાથી મુક્તિ મળશે.

(6) તુલસીના પાંદડા અને આમળાને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી પણ વાળ ખોડા રહિત, કાળા તથા સુંવાળા બને છે.

(7) માથા પર ડુંગળીનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.

(8) તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.

(9) લીમડાના પાનને પાણીમાં વાટી, તે પાણીથી માથું ધોવાથી, માથાનો ખોડો મટે છે.

(10) માથાના વાળ ખરતા હોય તો, 100 ગ્રામ શુદ્ધ કોપરેલમાં 50 ગ્રામ સુકી મેથી નાખી, સૂર્યના તડકામાં સાત દિવસ રાખો. ત્યારબાદ તેલ ગાળીને બાટલીમાં ભરી લો. આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે. વાળ કાળા થાય છે તથા નવા વાળ ઉગે છે.

મિત્રો, ઉપરોક્ત જણાવેલ આસાન, સસ્તા અને ઘરેલુ નુસ્ખા અપનાવીને તમે પણ આજીવન લાંબા, કાળા, ઘેરા અને સ્વસ્થ વાળ રાખી શકો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!