ભારતના બાઈકનું સૌથી મોટુ બજાર જ્યાં 90000 નું બાઈક ફક્ત 5000માં મળી જશે

આપણા દેશમાં દિવસે ને દિવસે બાઈક નું વેચાણ વધતું જાય છે. જયારે એક જ વ્યક્તિને મુસાફરી કરાવી હોય ત્યારે કાર લઈને જવા કરતા લોકો બાઈક માં જવાનું વધુ પસંદ કરે છે. તેથી લોકો કાર હોવા છતાં પણ એકલા મુસાફરી કરવા માટે બાઈક ખરીદે છે. આપના દેશમાં ઘણી કંપની ના બાઈક્સ નાં શો રૂમ છે.

આપણા દેશમાં સસ્તામાં સસ્તી થી મોંઘા માં મોંઘી બાઈક્સ મળે છે, જો વાત કરીએ ભાવની તો 50 60 હજાર થી લઈને લાખો સુધીની બાઈક્સ મળે છે. જો કે બધાની પરિસ્થિતિ એવી નથી હોતી કે તે નવી બાઈક ખરીદી શકે તેથી આવા લોકો સેકન્ડહેન્ડ બાઈક્સ લેતા હોય છે. જણાવી દઈએ કે આપણા દેશમાં ઘણા બાઈક્સ ના માર્કેટ છે જ્યાં ઓછામાં ઓછા ભાવે બાઈક્સ મળી જતી હોય છે.

આવી અમુક જગ્યા એ બાઈક્સ અડધા ભાવે પણ મળી જતી હોય છે, આજે આપણે એવી જ જગ્યાયો વિષે વાત કરવામાં છીએ જ્યાં વધુ કિંમત ની બાઈક્સ ઓછી કિંમતે ખરીદી શકો છો. જો તમે ત્યાં જઈને ભાવ તાલ કરવો અને સારી રીતે ભાવ કરો તો તમને એક લાખ ની ત્રીસ હજાર સુધી માં મળી શકશે.

જો વાત કરીએ દેશની રાજધાની દિલ્લીની તો અહીં જૂની બાઈક્સ નું માર્કેટ કરોલ બાગ, સુભાષ નગર, લાજપત નગર અને ગીતા કોલોની જેવા વિસ્તારોમાં આવેલ છે. અહીં મોટી સંખ્યામાં બાઈક્સ ઉપલબ્ધ હોય છે તમે જે ઈચ્છો તે મોડલ ની બાઈક્સ અહીં થી ખરીદી શકો છો. સ્કુટી થી લઈને સપોર્ટ બાઈક્સ તેમજ બુલેટ જેવી દરેક બાઈક્સ અહીં વ્યાજબી ભાવે મળી રહેશે.

તેમજ જો તમને મુંબઈ નજીક પડતું હોય અને તમે મુંબઈ થી જૂની બાઈક્સ ખરીદવા માંગતા હોય તો તમે મુંબઈના વસઈ વેસ્ટ વિસ્તારમાં આવેલ બાઈક્સ બજાર માં જઈ શકો છો. અહીં તમને હજારો બાઈક્સ ઓછામાં ઓછા ભાવે મળી રહેશે. તેમજ આજે ઓનલાઈન નો જમાનો છે તો તમે બાઈક્સ તેમજ કાર ઓનલાઈન પણ જોઈ શકો છો. તેના માટે તમારે Olx, droom.in, bikedekho.com, bike4sale.com, અને Quickr પર જૂની બાઈક્સ જોઈ શકો છો અને ઠીક લાગે તો ખરીદી શકો છો.

જો વાત કરીએ આ જૂની બાઈક્સ ની કિંમત ની તો અહીં તમારે સ્પ્લેન્ડર, પ્લેટીના અને ડિસ્કવર જેવી બાઈક્સ જે એક વર્ષ સુધી જૂની હોય તો તેને તમારે 5 થી 15 હજાર સુધીના ભાવમાં ખરીદવાની રહેશે. જો તમે દિલ્લી થી બાઈક્સ ખરીદો છો તો ધ્યાન રહે કે 2 વર્ષ થી વધુ જૂની બાઈક્સ ખરીદવી નહિ તેમાં એવરેજ ઓછી હોય છે તેમજ અન્ય પણ પ્રોબ્લેમ્સ થઇ શકે છે. તેથી હંમેશા 2 વર્ષ સુધી વપરાયેલ જ બાઈક્સ ખરીદવી.

જો તમને બાઈક્સ માં વધુ ખબર ન પડતી હોય તો ખરીદવા જાવ ત્યારે તમારા એવા મિત્ર ને સાથે લઇ જવા જે બાઈક્સ વિશે ઘણું બધું જાણતા હોય, કેમ કે આજ કાળ ફ્રોડ વધારે થાય છે. તમને જે બાઈક પસંદ આવે તેને એક બે ચકર લગાવીને ડ્રાઈવ કરી લેવી જેથી તેમાં કઈ પ્રોબ્લેમ્સ હોય તો ખબર પડી જાય. તેમજ તમે બાઈક્સ સિલેક્ટ કર્યા પછી ફાઈનલ બાઈક્સ ખરીદતી વખતે એ ધ્યાન રાખવું કે તમને જે દસ્તાવેજ આપવામાં આવ્યો છે તે ઓરીજનલ જ છે ને? કેમ કે અહીં પણ ફ્રોડ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!