ખુબ જ મોટી કૌરવ સેના સામે પાંડવોની જીત – આવી હતી શ્રીકૃષ્ણની કુશળ રણનીતિ | જરૂર વાંચો

મહાભારતનું યુદ્ધ એક ભારતવંશ સમયનું એક એવું યુધ્ધ હતું જેમાં લાખોની સંખ્યામાં યોધ્ધાઓ વીરગતિ ને પામ્યા હતા,આ યુધ્ધ પાંડવો અને કૌરવોની વચ્ચે થયું હતું, શ્રી કૃષ્ણની ૧-અક્ષૌહીણી સેનાએ પણ કૌરવોની સાથે જ હતી, આમ કુલ ૧૧-અક્ષૌહીણી સેનાઓ કૌરવો પક્ષે લડી રહી હતી. અને ૭- અક્ષૌહીણી સેનાઓ પાંડવોની પક્ષે લડી રહી હતી.આમ કુલ મળીને ૪૫ લાખ મહાન યુધ્ધાઓએ આ યુધ્ધમાં ભાગ લીધેલો હતો.

કૌરવોની સેનાઓમાં એક થી એક ચડિયાતા યોધ્ધાઓ હતા, જેવાકે ભીષ્મ પિતામહ, કૃપાચાર્યે, દ્રૌનાચાર્યે, કર્ણ, અશ્વસ્થામાં, મ્દ્ર્નરેશ શલ્ય, ભીરીશ્રવા, અલ્મ્બુશ, કૃતવર્મા, કલિંગ રાજ, શ્રુતાયુધ્ધ, શકુની, જયદ્રથ, વિંદ-અનુવિંદ,કામ્બોજ રાજ, સુદ્ક્ષીણ, બૃહ્દ્લ,અને દુર્યોધન સહિત તેના 100 ભાઇઓં હતા.

જયારે પાંડવોની સેનામાં યુધિષ્ઠિર,ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદીના પાંચ પુત્રો, સત્યિક, ઉત્મૌજા, વિરાટ રાજા, દ્રુપદ રાજા, ધ્રુષ્ટધુમ્ન,અભિમન્યુ, પાંડ રાજ,ઘટોત્કચ, યુયુત્સુ, કુંતી ભોજ, ઉત્મૌજા, શૈબ્ય અને અનુપ રાજ નીલ જેવા યોધ્ધાઓ હતા.

આ બધાજ યોદ્ધાઓને જોતા કૌરવ સૈનદળ બધી જ રીતે સક્ષમ અને શક્તિશાળી તેમજ પરાક્રમી રજાઓથી ભરેલું હતું, છતાં પણ કૌરવોની હાર થઇ, કૌરવોની હારની પાછળ ઘણા કારણ છે, પણ સૌથી મોટું કારણ એ હતું કે તેઓંની સેનામાં કૃષ્ણ જેવા કોઈ ભગવાન હતા નહિ.અને જીત હંમેશા એની જ થાય છે જ્યાં ભગવાન નો સાથ હોય, ભગવાન હંમેશા ધર્મ અને સત્ય નો જ સાથ આપે છે, તો હવે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ કૌરવોને કઈ રીતે આ યુધ્ધમાં હરાવ્યા.

યુધ્ધની ધોષણા થતા જ કૃષ્ણે પાંડવોની જ આ યુધ્ધમાં વિજય નિશ્ચિત છે તે મનથી માની લીધેલું,અને તેમને યુધ્ધ ચાલુ થતા ની પેહલા જ રણનીતિ રમવાનું શરુ કરી દીધેલું, ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે યુધ્ધ તેમના દ્વારા જ સંચાલિત થાય અને તેમના માટે પેહલા તેમને એ યોદ્ધાઓને રસ્તામાંથી હટાવ્યા જે યોધ્ધાઓ યુધ્ધમાં તબાહી મચાવી શકે તેમ હતા.તેવા યોધ્ધાઓ કેટલા અને ક્યાં હતા તેની માહિતી અમે આપને આ લેખ દ્વારા આપીશું.

કર્ણ:-પરશુરામ શિષ્ય કર્ણએક એવો યોધ્ધા હતો તેને રણભૂમિમાં હરાવવું અશક્ય હતું,અને તે કવચ અને કુંડળની સાથે જ જન્મેલો જેને લીધે તે હારી શકે તેમ હતો નહી, અને જો કર્ણકવચ કુંડલ સાથે રણભૂમી માં આવે તો અર્જુનની સુરક્ષાની કોઈ ગેરેન્ટી ના રહે. અને તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ, ઇન્દ્ર દેવ ની સાથે મળીને, ઇન્દ્ર દેવને એક બ્રાહ્મણના રૂપ માં કર્ણપાસે મોકલે છે,અને કર્ણ પોતાના કવચ કુંડળ ને ઇન્દ્રદેવને ક દાનમાં આપી દે છે, અને ઇન્દ્ર દેવ ત્યારે કર્ણને તેનું અમોધ શસ્ત્ર આશીર્વાદ રુપે આપે છે. અને છેલ્લે અર્જુન સાથેના યુધ્ધમાં પણ જયારે તેના રથનું પૈડું જમીનમાં ઘુસી જાય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બાણ મારવાનું કહે છે, અને કર્ણ વીરગતિને પામે છે.

ઘટોત્કચ : ભીમ પુત્ર ઘટોત્કચ એક એવો વીર યોધ્ધા હતો અને ખુબજ શક્તિશાળી અને પરાક્રમી હતો, ઘટોત્કચ એકલો જ કૌરવ સેનાને મારી શકવાની ક્ષમતા ધરાવતો હતો, આ વાતની ભગવાન શ્રી કૃષ્ણ ને ખબર હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે જો પેહલેથી જ ઘટોત્કચ ને યુધ્ધમાં બોલાવી લેવામાં આવશે તો યુધ્ધ કરવાનો કોઈ મીનીગ રેહશે નહિ એટલે તેઓ એ ખરા સમય ની રાહ જોઈ જયારે કૌરવ સેના પાંડવો ઉપર હાવી થઇ ગઈ હતી અને પાંડવોની સેનામાં હાહાકાર મચી ગયેલો ત્યારે ઘટોત્કચને યાદ કરે છે, અને ઘટોત્કચ ત્યારે કૌરવ સેનામાં હાહાકાર મચાવી દે છે.કૌરવ સેનામાં હજારોમાં યોધ્ધાઓ એક જ દિવસ માં મારી જાય છે, ત્યારે દુર્યોધન પણ ત્રાહી ત્રાહી પોકારી ઉઠે છે. અને આ સમય દુર્યોધન કર્ણેને ઇન્દ્રએ આપેલ શસ્ત્રને વાપરવા માટે લાચાર કરી દે છે, અને ઘટોત્કચ વીરગતિ પામે છે.

જયદ્રથ:- જયદ્રથને લીધે વીર અભિમન્યુ એકલો પડી જાય છે,અને ચક્રવ્યૂહમાં તેને દુર્યોધન અને બીજા યોદ્ધ્ધાઓં મળીને અભિમન્યુની હત્યા કરી દે છે. આ મહાભારતના યુધ્ધમાં અતિ દૃષ્ટ કૃત્ય કૌરવ સેના તરફથી ગણાય છે. ત્યારે અર્જુન જયદ્રથને બીજા દિવસે મારી નાખવાની પ્રતિજ્ઞા લે છે, બીજા દિવસે કૌરવ સેના જયદ્રથને છુપાવવામાં જ મથેલી રહે છે, ત્યારે કૃષ્ણ ભગવાન થોડી વાર માટે સૂર્યેને છુપાવી દેછે, અને કૌરવ સેના સુર્યાસ્ત થઈ ગયો તેવું સમજે છે, અને તે જ સમયે જયદ્રથ સામેથી અર્જુનની સામે આવે છે, અને કૃષ્ણ ભગવાન ત્યારે જ સૂર્યને વાદળોમાંથી કાઢે છે અને અર્જુન જયદ્રથ નો વધ કરી નાખે છે.

ભીષ્મ:- કૌરવસેના ના સૌથી શક્તિશાળી અને કુરુવંશ ના પ્રૌઢ એવા મહાન પિતામહ ને પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલા ઉપાય થી જ બાણ શૈયા ઉપર સુવડાવી દેવામાં આવે છે. પિતામહ કોઇના થી રોકાઈ તેમ નહોતા, ત્યારે કૃષ્ણ ભગવાન શિખંડીને તેના રથ માં ઉભો રાખી દે છે, અને ત્યારે પિતામહ સ્વયં અસ્ત્ર-શસ્ત્ર ત્યજીને અર્જુનના બાણમાં જ પોતાની બાણશૈયા બનાવી દે છે.

દ્રૌણ :- હસ્તિનાપુરના ગુરુ દ્રૌણ, પરશુરામ શિષ્ય અને મહાન યોધ્ધા હતા,ભીષ્મની બાણશૈયા બન્યા બાદ, ગુરુજી અને તેનો પુત્ર અશ્વસ્થામાં પાંડવોની સેનામાં કોહરામ મચાવી દે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, યુધિષ્ઠિર સાથે મળીને, અશ્વસ્થામાં મરાયો તેવું ફેલાવે છે, અને આજ સમયે કૃષ્ણ તેનો શંખનાદ કરે છે, અને શોકમાં ડૂબેલા ગુરુજી અશ્વસ્થામાં હાથી મરાયો તેમાં હાથી શબ્દ નથી સાંભળી શકતા અને શાસ્ત્ર ત્યજીને બેસી જાય છે,અને ત્યારે જ દ્રુપદ પુત્ર ધુષ્ટ-ધુમ્ન તેની તલવાર થી ગુરુ દ્રૌણ નું માથું કાપી નાખે છે.

દુર્યોધન:- ગાંધારીને જયારે સમાચાર મળે છે કે હવે તેનો એક જ પુત્ર જીવિત છે, ત્યારે તે દુર્યોધન ને બોલાવીને તેને નગ્ન અવસ્થામાં તેની સામે આવવાનું કહે છે, જેનાથી તેનું આખું શરીર વ્રજનું બની જાય, અને દુર્યોધન માતાને નગ્ન અવસ્થામાં મળવા માટે જઈ રહ્યો હોય છે, ત્યારે રસ્તામાં કૃષ્ણ ભગવાન મળીને, દુર્યોધનને કહે છે કે આવી અવસ્થામાં માતા સામે જતા તને લજ્જા નહિ આવે? અને દુર્યોધન પેટથી નીચેના ભાગમાં કેળનું પાન વીટી લે છે, હવે જયારે ગાંધારી પોતાની આંખોની પટ્ટી ખોલે છે, અને તેની દિવ્ય દ્રષ્ટિનો પ્રભાવ દુર્યોધનના આખા શારીર ઉપર પડે છે, અને તેની જાંધના ભાગ સિવાયનું આખું શરીર વ્રજ નું બની જાય છે.અને છેલ્લે ભીમ સાથેના ગદાયુધ્ધમાં ભીમ તેની જાંધ ઉપર ગદા મારીને દુર્યોધનનો વધ કરી નાખે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!