લૉકડાઉન-3 વિશે તમે જે જાણવા માંગો છો એ બધી જ વિગતો – એક ક્લિક પર

કોરોના વાયરસની મહામારીમાંથી દેશભરનાં નાગરિકોને બચાવવા માટે જનહિતાર્થે લોકડાઉન વધુ બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યું છે. જાન હેં તો જહાન હેંના સૂત્ર સાથે કામ કરતી મોદી સરકારે દેશમાં ફરી એક વખત લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં તા. 4થી 17 મે સુધી લોકડાઉન-3 રહેશે. આ દરમિયાન રેડ ઝોન સિવાયનાં ઝોનમાં ઝોન વાઈઝ આપવામાં આવશે રાહત આપવામાં આવશે. જોકે તમામ ઝોનમાં સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારતમાં વાઈરસ ટ્રાન્સમિશનની ચેનને તોડવા માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનને ઓળખી કાઢવામાં આવ્યા છે. દેશમાં 130 જિલ્લા રેડ ઝોન જાહેર કરાયા છે. 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા છે.

ગ્રીન ઝોન જાહેર કરાયેલા 319 જિલ્લામાં શરતો સાથે 50 ટકા બસો દોડી શકશે. ઓરેન્જ ઝોનમા ઇ-કોમર્સને પણ પરવાનગી આપી છે. આ ઝોનમાં જીવનજરુરિયાતનાં સામન ઉપરાંત બિનજરુરી સામાનની પણ છૂટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં તમામ આર્થિક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી છે. તાજા આદેશ પ્રમાણે ગ્રીન ઝોનનાં 307 જિલ્લામાં બસો ચાલશે, પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધારે નહીં હોય. એટલે કે કોઈ બસમાં 50 સીટો છે તો 25થી વધારે યાત્રીઓ સફર નહીં કરી શકે. આ જિલ્લાઓમાં દુકાનો, સલૂન સહિત અન્ય જરૂરી સેવાઓ અને વસ્તુઓ 4 મેથી ઉપલબ્ધ બનશે.

ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરી મુજબ રેડ ઝોનમાં અનેક પ્રકારનાં પ્રતિબંધો હશે. રેડ ઝોનમાં સાઇકલ રિક્ષા, ઑટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લાથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂનની દુકાનો પણ બંધ રહેશે.

ઑરેન્જ ઝોનમાં બસોને છૂટ નહીં હોય, કેબની પરવાનગી હશે. કેબમાં ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર બેસી શકે છે. ઑરેન્જ ઝોનમાં ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટિ શરુ થશે અને કોમ્પલેક્સ પણ ખુલશે.

રેડ ઝોન

 • એવા મેટ્રો શહેરો કે જ્યાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે તેનો સમાવેશ કરાયો
 • આ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ દુકાનો નહીં ખોલી શકાય

ઓરેન્જ ઝોન

 • બસો ચલાવવા મંજૂરી નહીં પરંતુ કેબ ચલાવવા મંજૂરી
 • બે મુસાફર સાથે ટેકસી સેવાને પણ મંજૂરી આપવામાં આવી
 • ટુ-વ્હિલર વાહનોને મંજૂરી આપવામાં આવી
 • ઔદ્યોગિક એકમો અને કોમ્પલેક્સ ખુલી શકશે

ગ્રીન ઝોન

 • પાછલા ૨૧ દિવસથી કોરોના વાયરસના એકપણ કેસ નથી મળ્યા તે જિલ્લાને ગ્રીન ઝોનમાં મુકાયા
 • ગ્રીન ઝોન જાહેર કરાયેલા ૩૧૯ જિલ્લામાં શરતો સાથે ૫૦ ટકા બસો દોડી શકશે
 • જરૂરી સેવાઓ સહિત સલૂનની દુકાનો પણ શરૂ કરી શકાશે
 • કારખાના, નાના મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, દુકાનો સહિત અન્ય સેવાઓ શરતો સાથે સંપૂર્ણ રીતે ખોલવા મંજૂરી

લોકડાઉન-3માં આની પરવાનગી નહીં હોય

 • વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા
 • આંતર-રાજ્ય રોડ અવરજવર
 • શાળા-કોલેજો, યુનિ.
 • થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો
 • સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે
 • તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે
 • જાહેર કાર્યક્રમો

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં નીચે પ્રમાણે ઝોન ફાઈનલ રહેશે

રેડ ઝોન
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, આણંદ , અરવલ્લી અને ભાવનગર રેડ ઝોન માં રહેશે

ઓરેન્જ ઝોન
રાજકોટ, પાટણ, ભરૂચ, વલસાડ, બોટાદ, દાહોદ, નર્મદા, કચ્છ, છોટા ઉદેપુર, નવસારી, મહીસાગર, ગીર સોમનાથ, મહેસાણા, ડાંગ , ખેડા, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર

ગ્રીન ઝોન

મોરબી, અમરેલી, પોરબંદર , જુનાગઢ, દ્વારિકા

સંભાળવામાં આવ્યું છે કે ગ્રીન ઝોન માં તો પાન ના ગલ્લા પણ ખોલી શકાશે. જો કે આ યોગ્ય નથી જો સાચા સમાચાર હોય તો આના ઉપર ફરી ફરી કરવો જ જોઈએ.

અમદાવાદ સહિત નવ જિલ્લા રેડ ઝોનમાં, કોઈ છૂટછાટ નહીં મળે

– રાજકોટ સહિત ૧૯ જિલ્લા ઓરેન્જ ઝોનમાં, આંશિક છૂટછાટ અપાશે

– ભાવનગર જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ

– સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં મોરબી, અમરેલી, પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો ગ્રીન ઝોનમાં સમાવેશ… પ્રમાણમાં વધુ છૂટછાટ મળશે.

 

Author: ‘ભવ્યા રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!