જો દેશમાં લોકડાઉન લાદવામાં ન આવ્યું હોતું તો આજે આવી પરિસ્થિતિ હોત – વાંચીને આંખો ફાટી જશે

જો ભારતમાં લોકડાઉન ન હોતું તો આજે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 30 લાખને પાર કરી ગઈ હોતી એવું પણ અગાઉ પૂર્વાનુમાન કરવામાં આવ્યું હતું. જવાહરલાલ નેહરું સેન્ટર ફોર એડવાન્સ સાયન્સ રીસર્ચના આંકડાકીય વિશ્લેષણ પરથી જુદા જુદા તારણો તારવવામાં આવ્યા હતા. આ સાથે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગ્લોર, આઈઆઈટી મુંબઈ અને આર્મ્ડ ફોર્સ મેડિકલ કૉલેજ જેવી સંસ્થાઓ પણ આ અભ્યાસમાં જોડાઈ હતી. દેશની સર્વોચ્ચ ચાર સંસ્થાઓનાં સંશોધન મોડલમાં ઈટાલી અને ન્યૂયોર્કના જુદા જુદા વિસ્તારમાં વધતા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને લેવામાં આવ્યા હતા. જેમાં મોત અને સંક્રમણને પણ ધ્યાને લેવાયું હતું.

એક એવું પણ પૂર્વાનુંમાન કરાયું હતું કે, ભારતમાં તા.19 મે સુધીમાં કોવિદ 19ને કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 38 હજારને પાર થઈ જશે અને 5 લાખ લોકો કોરોના વાયરસનો શિકાર બનશે. પરંતુ આપ જોઈ શકો છો કે હાલ દેશમાં માત્ર 1 લાખ જેટલા જ લોકોને કોરોનાનો રોગ થયો છે અને ફક્ત 3 હજાર જેટલા લોકોનાં જ કોરોનાનો ભોગ બની મૃત્યુ પામ્યા છે.

અલબત્ત 37 હજારથી વધુ કોરોના વાયરસનાં દર્દીઓ સાજા-સ્વથ્ય થઈ પોતપોતાના ઘર પહોંચી ચૂક્યાં છે. મોડલ અને આગાહી બંને ખોટા પડ્યા છે જેની પાછળનું પ્રમુખ કારણ લોકડાઉનનો ચુસ્ત અમલ છે. ભારતમાં લોકડાઉનને કારણે બીજા દેશની તુલનામાં કોરોના વાયરસ દર્દીઓનાં મોતની સંખ્યા ઓછી છે. જે અગાઉ મોટી સંખ્યામાં રહેશે એવું એક મોડેલ પરથી માનવામાં આવતું હતું.

ભારતની ચાર મોટી સંસ્થાઓએ કહ્યું હતું કે, દેશમાં મે મહિનાનાં મધ્ય સુઘીમાં કોરોનાનાં કેસનો આંકડો 5 લાખને પાર હશે

મે મહિનામાં કોરોનાનાં કારણે હજારો લોકોનાં મૃત્યુ થશે અને લાખો ICU બેડની હોસ્પિટલો ઓછી પડશે એવી આગાહી ખોટી પડી

લોકડાઉનથી કોરોના વાયરસની મહામારી કાબુમાં આવી અને બીજા પણ અનેક ફાયદાઓ થયા છે

Author: ‘ભવ્યા રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!