લોકડાઉન ૪માં જંગી છૂટછાટ આપી : લોકોએ ફટાકડાં ફોડી વિજયભાઈ રૂપાણીનાં નિર્ણયોને વધાવ્યા

અમદાવાદ જિલ્લાના પશ્ચિમ વિભાગમાં પાન-ગલ્લા, દુકાનો ચાલુ રાખવામાં આવશે. બાકી બધી જ જગ્યાએ છૂટછાટ આપવામાં આવશે. આ સિવાય રૂપાણી સરકાર દ્વારા કહેવામાં આવેલ નિયમો અનુસાર નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે.

આ સિવાય ચેપગ્રસ્ત વિસ્તાર અમદાવાદના પૂર્વ વિભાગમાં ટેક્સી સેવા ચાલુ કરવામાં આવશે.

સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે અને 33 ટકા કર્મચારીઓ જોડે બધી જ પ્રાઇવેટ ઓફિસો ચાલુ કરી દેવામાં આવશે.

લોકડાઉન ના 3 ફેઝ દરમિયાન એટલે કે લગભગ 54 દિવસથી ગુજરાતની જનતા એક થઇને કોરોના સામે લડી રહ્યાં છે તે બદલ સરકારે આભાર વ્યક્ત કર્યો હતો.

અત્યાર સુધી લોકડાઉનમાં જનતાએ સહકાર આપ્યો. દરેક વ્યક્તિએ બીજાનો વિચાર કરીને સાથ આપ્યો. તથા અધિકારીઓ, કર્મચારીઓએ સારી કામગીરી કરી.

આ સિવાય કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક તથા ખાસ ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

જે વિસ્તારમાં દુકાનો માં સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ આપવામાં આવી છે તથા બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.

અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે. લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી આપી દેવામાં આવશે.

હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે.
અને ટુ વહીલર માં માત્ર એક વ્યક્તિ અવર જવર કરી શકશે. ફોર વીહીકલમાં ડ્રાઇવર સહિત 3 વ્યક્તિ અવર જવરકરી શકશે તથા ગેરેજ અને અન્ય સર્વિસ વિભાગ શરૂ કરવામાં આવશે.

આ બધા જ નિયમો લોકડાઉન 4 એટલે કે 31 મેં સુધી લાગુ કરવામાં આવશે.

જાહેરમાં થુંકનાર અને માસ્ક ન પહેરનાર સામે 200 રૂપિયા દંડ વસુલવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર પાન મસાલાની પણ છૂટ અપાશે. પણ દુકાન પર ટોળા ન થવા જોઈએ. વસ્તુ લઇને ફટાફટ નીકળી જાય તે રીતે મંજૂરી આપશે.

વાળંદની દુકાનો બ્યુટીપાર્લર અને સલૂનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. કેબ અને ટેક્સીની સર્વિસ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ડ્રાઈવર અને પ્લસ બે વ્યક્તિની છૂટ આપવામાં આવે છે.

કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર હોટેલોને હોમ ડિલિવરીની મંજૂરી અપાશે. તેમના હેલ્થ કાર્ડ સાથે જ હોમ ડિલિવરી કરવામાં આવશે. રાજ્યમાં સિટી લિમિટ બહાર હાઈવે ઉપર ધાબા અને રેસ્ટોરન્ટને સોશિયસ ડિસ્ટન્સના નિયમો સાથે છૂટ આપવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!