મુકેશ અંબાણી પોતાના સંતાનોને લીધે બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ – ફેસબુક ડીલમાં કંઇક આવુ થયેલું

ફેસબુક અને જીઓ કંપની ની વચ્ચે થયેલી ડીલને કારણે,મુકેશ અંબાણી ફરીથી આજે એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.મુકેશ અંબાણી એ એશિયાના ટોપના અમીર વ્યક્તિ બનવા માટેનો બધો જ શ્રેય તેમના સંતાનોને આપ્યો છે, તેમના કેહવા પ્રમાણે તેમની દીકરી ઈશા અંબાણી અને દીકરો આકાશ અંબાણી બંન્ને એ જ ફેસબુક સાથે ડીલ કરી હતી અને આજે આ બંને સંતાનોના આથાગ પરિશ્રમ અને પ્રયત્નના પરિણામે આજે મુકેશ અંબાણીનું નામ ફરીથી એશિયાના ટોપના અમીર વ્યક્તિઓં માં આવ્યું છે.પેહલા તેમનું સ્થાન એશિયાના ટોપ અમીર વ્યક્તિઓના લીસ્ટ માં બીજા નંબર પર હતું જે હવે પ્રથમ નંબર પાર આવી ગયું છે અને આનો શ્રેય મુકેશ અંબાણી તેમના બંને સંતાનો ને આપે છે.

કોવીડ-19 ના સંક્રમણને લીધે શેર- બજાર ના માર્કેટ ખુબજ મંદી આવી છે,અને તેને લીધે રિલાયન્સના શેર પણ ખુબ જ નીચા ગયા છે, જેના પરિણામે મુકેશ અંબાણી એશિયાના ટોપના અમીર વ્યક્તિના લીસ્ટમાં તેમનું સ્થાન પ્રથમમાંથી બીજા નંબર નું થઇ ગયેલું, પરંતુ હમણાં જ રિલાયન્સ કંપની અને ફેસબુકની વચ્ચે એક ડીલ થઇ છે,અને આ ડીલને લીધે આજે મુકેશ અંબાણીનું નામ ફરીથી એશિયાના ટોપના અમીર વ્યક્તિઓં માં આવ્યું છે.

એવું જાણવામાં આવ્યું છે કે આ ડીલની બધી જ જવાબદારી મુકેશ અંબાણી એ પોતાના બંને સંતાનો ને આપેલી હતી, ઈશા અંબાણી અને આકાશ અંબાણી ની મહેનત રંગ લાવી અને આ બન્ને સંતાનોએ ખુબજ સારી રીતે આ ડીલને હેન્ડલ કરી,આ ડીલ રિલાયન્સજીઓ એ ફેસબુકની સાથે 43574 કરોડ માં કરેલી છે.આ ડીલ ફેસબુકે રિલાયન્સ કંપની ની સમૂહ કંપની જીઓ સાથે કરેલી છે,અને જીઓ ના 9.99 શેર ફેસબુકે ખરીદી લીધેલા છે,અને આ ડીલની સાથે જ રિલાયન્સના શેર માં ઘણો વધારો આવ્યો છે.

આ ડીલનું બધું જ કામ ઈશા અંબાણીઅને આકાશ અંબાણીના હાથમાં હતું,અને રિલાયન્સ જીઓ પ્લેટફોર્મ કંપની આ બંને ભાઈ-બહેન જ સંભાળે છે,અને આ કંપની શરુ કરવાનો સુજાવ પણ  આકાશ અંબાણીનો જ હતો.

આ ડીલને સફળ બનાવા માટે આ બન્ને ભાઈ બહેનની 14 મહિનાની મહેનત છે, ઈશા અંબાણી અને આકાશ અંબાણી એ આ ડીલને “રેડવુડ” નામ આપેલું હતું, અને આ નામ “રેડવુડ” પાછળ નું પણ એક રહસ્ય છે, કેલિફોર્નિયા માં “રેડવુડ” ના ઘણા બધા વૃક્ષ છે અને ત્યાં જ ફેસબુક ની મુખ્ય ઓફીસ પણ આવેલી છે, અને આથી જ આ ડીલ ને “રેડવુડ” નામ આપવામાં આવેલું, ફેસબુક સિવાય બીજી મોટી કંપનીઓં સાથે પણ આ ડીલ ની ચર્ચાઓં થયેલી હતી તેવું માનવામાં આવે છે, પરંતુ અંતમાં આ ડીલ ફેસબુક સાથે જ ફાઈનલ થઇ,અને આ ડીલની સાથે જ રિલાયન્સના શેરમાં ફરીથી ઊછાળ આવ્યો છે.જેનો બધો જ શ્રેય આ બંને ભાઈ બહેન ની મહેનત ને લીધે જ છે.

આ ડીલની સાથે જ મુકેશ અંબાણીનું નામ ફરીથી એશિયાના ટોપના અમીર પ્રથમ વ્યક્તિમાં આવ્યું છે અને તેઓ પોતાના આ બન્ને સંતાનોની આ મેહનત માટે ગર્વ અનુભવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!