કોઈ પણ નવું વાહન ઘરે આવે એટલે સૌ પહેલા આ ૪ વસ્તુ કરી લ્યો – ખુબ જ જરૂરી છે

આજના જમાનામાં દરેક ના ઘરે એક વાહન તો હોય જ છે, આજના સમયમાં દરેક લોકોને પોતાના અંગત વાહન ની જરૂર પડે જ છે. ઓડીસ જવા માટે, બહાર ગામ જવા માટે તેમજ વેકેશન માં મુસાફરી કરવા માટે વાહન આજે ખુબ જ જરૂરી છે. એવામાં આજે દરેક લોકો પોતાના અંગત વાહનો વસાવી રહ્યા છે. નાના છોકરાઓ પણ સાઈકલ ચલાવી રહ્યા છે અને મહિલાઓ પણ સ્કુટી ચલાવી રહી છે.

તેમજ આખા પરિવાર માટે એક કાર પણ હોય છે જેમાં તેનો આખો પરિવાર મુસાફરી કરી શકે. જો વાત આવે નવું વાહન લેવાની તો આખો પરિવાર ખુશ થઇ જાય છે. આજે નાના બાળક થી લઈને દરેક લોકોને નવી બાઈક્સ લેવાનો શોખ હોય છે પરંતુ આપના દેશમાં ખુબ જ એકસીડન્ટ પણ થાય છે. અવાર નવાર એકસીડન્ટ ના સમાચારો સંભાળવા મળતા હોય છે, ઘણા લોકો એકસીડન્ટ  માં જીવ ગુમાવે છે. તેમાં કુદરત નો પણ હાથ હોય છે. જો ભાગ્ય સારું હોય તો એકસીડન્ટ  માંથી બચી પણ શકાય છે.

ઘણા લોકો નસીબ માં વધુ માનતા હોય છે કે જો નસીબ ખરાબ હોય તો જ એકસીડન્ટ થાય અને નુકસાન પણ થાય પરંતુ જો નસીબ સારું હોય તો તેને કંઈ જ થતું નથી, આજે આપણે વાત કરીશું કે જયારે તમે નવું વાહન ખરીદવા જાવ છો ત્યારે તમારે અમુક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું જે તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.

1  ઘણા લોકો આ વાતમાં નહિ માનતા હોય પરંતુ તમને જણાવી દઈએ કે નવું વાહન ખરીદતી વખતે મુહુર્ત ખાસ કરીને ધ્યાન માં રાખવું જોઈએ, સારું મુહુર્ત જોઇને તે સમયે જ વાહન ની ખરીદી કરાવી જોઈએ. જણાવી દઈએ કે શનિવારે વાહન લેવું અશુભ ગણાય છે.

2 આપણે ભારતીય સંસ્કુતીમાં પૂજા પાઠ ને ખુબ જ મહત્વ આપતા હોઈએ છીએ આ વાત તમે નવું વાહન ઘરે લાવો ત્યારે ભુલાવી ના જોઈએ, વાહન ઘરે આવે એટલે તરત જ તેની પૂજા કરાવી જોઈએ, તેમાં કંકુથી સાથીયો પણ કરવો જોઈએ, ફૂલ ની માળા પહેરાવવી તેમજ નારીયેલ વધેરીને વાહન ની પૂજા કરાવી જોઈએ.

3 તમે જોતા હસો કે મોટાભાગ ના લોકો તેની કાર માં ભગવાન ની નાની છબી કે મૂર્તિ રાખે છે, જી હા, તમે પણ નવું વાહન ખરીદો ત્યારે ભગવાન ની મૂર્તિ કે છબી રાખવી જોઈએ જેથી અકસ્માત ની સ્થિતિ સર્જાતી નથી.

4 આપણી સંસ્કૃતિ માં નારીયેલ ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એવામાં જયારે તમે ખરીદેલું બાઈક્સ કે કાર શો રૂમ થી બહાર કાઢો એટલે પહલે તેના વ્હીલ નીચે નારીયેલ રાખીને ફોડવું જોઈએ પછી જ તેને આગળ વધારવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.

અહીં જણાવેલ દરેક ઉપાય થી તમે ભાગ્ય થી થતા એકસીડન્ટ થી બચી શકો છો પરંતુ જો તમે ટ્રાફિક ના નિયમોનું પાલન નહિ કરો તો અકસ્માત થવામાં આ ઉપાયો કામ લાગશે નહિ, જો તમે નિયમો અનુસાર પાલન કારશો તો તમારું અકસ્માત થશે નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!