લોકપ્રિય ગુજરાતી ગાયિકા ફરીદાબેન મીર આ ઘરમાં રહે છે – જુવો ઘરની અંદરની તસ્વીરો અને ફરીદાબેન નું જીવન

ગુજરાત રાજ્યમાં પોતાના સુરીલા અવાજથી ઘણા ડાયરા કલાકારઓએ માણસોના દીલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડાયરાની જો વાત કરવામાં આવે એટલે ઘણા એવા કલાકારો છે જેમનું નામ લીધા વગર તમે કોઈદિવસ રહી ન શકો. આવા જ એક યુવતી કલાકાર એટલે ફરીદા મીર. પ્રથમ રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેમસ થનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો. તાજેતરમાં અમદાવાદના પોશ વિસ્તારમાં પાંચ બેડરૂમ-કીચનના વિશાળ પેન્ટહાઉસમાં રહેતાં ફરીદા મીરે પોતાની લાઇફના શરૂઆતના તબક્કામાં ખૂબ મહેનત કરી છે. આવો આજે અમે તમને ફરીદા મીરની સક્સેસ સ્ટોરી જોડે જોડે તેમના અમદાવાદ શહેરમાં આવેલા ઘરની મુલાકાત કરાવીએ.

પોરબંદરમાં નાનપણથી ઉછેર પામેલા અને રાજકોટમાં મોટા થયેલા ફરીદા મીરે ધોરણ 10 પછી અભ્યાસ છોડીને સિંગિગમાં પોતાનો હાથ અજમાવી જોયો હતો. શરણાઈવાદક પિતા જોડે બાળપણથી જ ભજન કાર્યક્રમમાં જતાં ફરીદા મીરને ધીમે ધીમે સંગીત પ્રત્યે પ્રેમ પેદા થયો હતો.

ફરીદા મીરે 14 વર્ષની નાની ઉંમરમાં વિવાહ ગીતોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ધીમે ધીમે પોતાના સુંદર અવાજથી ફરીદા મીરનો જાદુ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલવા લાગ્યો. આજે સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ એવું ગામ બાકી હશે જ્યાં ફરીદા મીરના ડાયરાના કાર્યક્રમ ન યોજાયો હોય.

ફરીદા મીરના કર્ણપ્રિય અવાજનો જાદુ રાજ્યની સાથે સાથે વિદેશમાં યુકે, બેંગકોક સાથેના વિવિધ દેશો સુધી ગયો છે, જ્યાં તેમણે ઘણા કાર્યક્રમ કર્યા છે. ફરીદા મીરે આશરે 1 હજાર જેટલા ભજન અને ગીત આલ્બમ કરીને રીલિઝ કરી દીધા છે

સિંગિગ સિવાય પોતાના અભિનય જગતમાં પણ ફરીદા મીર યોગદાન આપી ચૂક્યા છે. ફરીદા મીરે 26 વર્ષની વયે ગુજરાતી ફિલ્મ ‘દુખડા હરો દશામા’માં પોતાની એક્ટિંગ નો જલવો બતાવ્યો હતો. તેમણે આ ઉપરાંત પણ વિવિધ ગુજરાતી ફિલ્મમાં લીડ અને મહેમાન કલાકાર તરીકે એક્ટિંગ કરી છે.

ફરીદા મીરના મોજ શોખની વાત કરીએ તો તેમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પસંદ છે. તેમને દરિયાકિનારે ફરવા જવાનું પસંદ છે. ફરિદા મીર સામાજિક સેવાઓ સાથે પણ સંકળાયેલા છે. તેઓ ગુજરાત રાજ્યમાં ગૌરક્ષા અધ્યક્ષ તરીકે સમાજિક ભૂમિકા સંભાળે છે.

ડાયરા કલાકાર ફરીદા મીરના અમદવાદ શહેરના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ બનાવવામાં આવ્યું છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન બનાવવામાં આવ્યું છે.

દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!