આજે પણ ભગવાન શ્રી રામજીની આ નિશાનીઓ મૌજુદ છે – સાબિતી આપે છે આ વાતોની

હિંદુ ધર્મમાં રામાયણ સૌથી લોકપ્રિય મહાકાવ્યો માંનું એક છે.જગત ના કલ્યાણ માટે ત્રેતાયુગ માં ભગવાન વિષ્ણુ રામ સ્વરૂપે અને માતા લક્ષ્મી સીતા સ્વરૂપે ધરતી ઉપર જન્મ લે છે. આજે પણ રામાયણ કાલીન ના 8 એવા સ્થળ હજી પણ ઉપલબ્ધ છે, જ્યાં ભગવાન રામે પોતાના જીવન કાળ દરમિયાન સમય કાઢેલો અને હવે આપને જોઈએ કે આજે આ સ્થળ કઈ હાલત માં છે.

  1. અયોધ્યા :- ભગવાન રામ નો જન્મ અયોધ્યામાં થયેલો હતો, રામાયણ કાળ માં અયોધ્યા કૌશલ સમ્રાજ્યની રાજધાની હતી રામનો જન્મ રામકોટ માં થયેલો હતો જે અયોધ્યાય ના દક્ષીણ ભાગમાં હતો.વર્તમાન સમયમાં અયોધ્યા ઉતર પ્રદેશમાં સ્થિત છે. જે આજે પ્રસિદ્ધ પર્યટન સ્થળો માનું એક છે.અને અયોધ્યામાં આજે પણ રામ ભગવાન ના અવશેષો મળી આવે છે. જો કે અત્યારે રામ ભૂમિ વિવાદ માં છે.છતાં પણ હજારો સંખ્યામાં ભક્તો ભગવાન ના દર્શન માટે દરરોજ આવે છે.
  2. પ્રયાગ :- પ્રયાગ એ ભૂમિ છે જ્યાં રામ સીતા અને લક્ષમણે 14વર્ષના વનવાસકાળ દરમિયાન પ્રથમ વખત વિશ્રામ કરેલો. વર્તમાન સમયમાં આ સ્થાન ઇલાહાબાદ ના નામ થી ઓળખાય છે, અને એ ઉતર પ્રદેશ નો હિસ્સો છે.આ સ્થાન નું વર્ણન આપના પૂરનો મહાભારત અને રામાયણમાં કરેલ છે.અને અહિયાં હિંદુ ધર્મનો સૌથી મોટો કુંભ મેલો યોજાય છે.
  3. ચિત્રકૂટ:- રામાયણ ગ્રંથ પ્રમાણે ભગવાન રામે પોતાના 14વર્ષના વનવાસકાળ દરમિયાન લગભગ 11વર્ષ ચિત્રકુટમાં કાઢેલા.આ એજ સ્થાન છે જ્યાં વનવાસકાળમાં ભરતજી અયોધ્યાની સેના સહિત ભગવાન રામ ને મળવા આવેલા, અને ત્યારે રામજીને રાજા દશરથના અવશાન ના સંચાર મળેલા અને ભરતજી એ રામ ભગવાન ને અયોધ્યા પાછું આવવા માટે અનુરોધ કરેલો.ચિત્રકુટમાં ભગવાન રામ અને સીતાજીના ઘણા બધા પદ ચિન્હો જોવા મળે છે.વર્તેમાનમાં આ સ્થળ મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશ ની વચ્ચે આવે છે.અને અત્યારે પણ ભગવાન રામ ના ઘણા મંદિરો ઉપલબ્ધ છે.
  4. જનકપુર :- જનકપુર માતા સીતાનું જન્મ સ્થળ છે. અહોયા માતા સીતા અને ભગવાન રામ ના લગ્ન થયેલા, જ્ન્ક્પુરમાં આજે પણ વિવાહ મંડપ અને વિવાહ સ્થળ ના દર્શન થઇ શકે છે, જ્યાં માતા સીતા અને ભગવાન રામ ના લગ્ન થયેલા.જનક પુર ની આજુ બાજુના ગામના લોકો આ વિવાહ મંડપથી સિંદુર લઇને આવે છે, જેનાથી દુલ્હનનો સેથો પૂરવામા આવે છે.એવી માન્યતા છે કે આ વિવાહ મંડપ માંથી સિંદુર લાવવામાં આવે તો સુહાગની ઉમ્ર લાંબી થાય છે.વર્તમાન માં આ સ્થળ ભારત નેપાળની બોર્ડેરથી 20 કિલોમીટર આગળ નેપાળના કાઠમડુ ના દક્ષીણ પૂર્વમાં આવે છે.
  5. રામેશ્વર :- રામેશ્વર એ જગ્યા છે,જ્યાં હનુમાનજીની સેના એ લંકા જવા માટે રામ સેતુનો નિર્માણ કરેલો.અને ભગવાન રામે આ જગ્યાએ ભગવાન શિવની આરાધના કરેલી અને શિવલિંગની સ્થાપના કરેલી, વર્તમાન સમય માં રામેશ્વર દક્ષીણ ભારતમાં તમિલનાડુમાં આવે છે.રામેશ્વર આજે દેશમાં પ્રમુખ પર્યટનોમાનું એક છે.આ સેતુને ભારતમાં રામસેતુ અને એડમ્સ બ્રીજ( આદમ નો પુલ) ના નામ થી ઓળખાય છે.આ પુલની લંબાઈ 48કિલોમીટર છે.આ બ્રીજ ઢાંચા માનારની ખાડી અને પોક સ્ટ્રેટ ને અલગ કરે છે.
  6. કિશ્કિન્દા :- વાલ્મીકી રામાયણમાં, કિશ્કિન્દાને બાલીના વાંદરાના રાજ્ય અને પછી સુગ્રીવના રાજ્ય તરીકે વર્ણવવામાં આવી છે. ભગવાન રામચંદ્ર જીએ બાલીનો વધ કર્યો અને સુગ્રીવને લક્ષ્મણ દ્વારા કિશ્કિન્દનો રાજ્યાભિષેક કરાવ્યો. કિશ્કિંદની પશ્ચિમમાં એક માઇલ પશ્ચિમમાં પમ્પાસર નામનો પૂલ છે, જેના કાંઠે રામ અને લક્ષ્મણ થોડા સમય રોકાયા હતા. હાલમાં તે કર્ણાટકના હમ્પી શહેરની આસપાસમાં હોવાનું મનાય છે. યુનેસ્કો દ્વારા આ સ્થળને વર્લ્ડ હેરિટેજમાં સમાવવામાં આવ્યું છે.
  7. દંડીકા રાન્ય :- અહીં જ ભગવાન રામે રાવણની બહેન શર્પણખાના પ્રેમ પ્રસ્તાવને નકારી કાઢયો અને લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. આ ઘટના પછી જ રામ અને રાવણ યુદ્ધની પાયો નાખ્યો હતો. ઓડિશા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ ની  વચ્ચે ફેલાયેલો વિશાળ લીલોતરીનો વિસ્તાર હજી પણ રામના નિવાસસ્થાનના સંકેતો ધરાવે છે અને કોઈ પણ વ્યક્તિને શાંતિ અને ભગવાનની હાજરીનો અનુભવ થાય છે.
  8. તાલિમન્નર: – શ્રીલંકા પહોંચ્યા પછી ભગવાન રામેં પ્રથમ વખત અહીં તેમના શિબિરની સ્થાપના કરી હતી, તાલિમન્ન્રર એ જ જગ્યા છે. લાંબી લડાઇ બાદ ભગવાન રામે રાવણનો વધ કર્યો અને ત્યારબાદ રાવણના નાના ભાઈ વિભીષણને શ્રીલંકાની ગાદી પર બેસાડ્યા. અહીં માતા સીતાની અગ્નિપરીક્ષા થઈ હતી. અહીં રામેશ્વરમથી રામસેતુના જોડાવાના સંકેત પણ મળી રહ્યા છે. આ સ્થળ શ્રીલંકાના મન્નર આઇસલેન્ડ પર સ્થિત છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

 

Leave a Reply

error: Content is protected !!