૨૪ કલાક ધબકતો રાજકોટ-અમદાવાદ હાઈવે સીલ – ફક્ત આટલા વાહનો જ જઈ શકશે

કોરોના પોતાનો વ્યાપ આખા દેશ પર વધારી રહ્યો છે ત્યારે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાત માં કેસ સતત વધી રહ્યા છ્હે અને ૫૦% થી વધુ કેસ અમદાવાદ શહેર ના છે. અમદાવાદ શહેર કાબુ બહાર જઈ રહ્યું છે અને ગઈ કાલે રાત થી અમદાવાદ ને સીલ કરી દેવામાં આવ્યું છે અને અમદાવાદમાં દૂધ અને દવાખાના સિવાય કોઈને ખુલા રહેવા ની મનાઈ છે ત્યારે રાજકોટ કલેકટરે ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે.

રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા ઉપર પણ પ્રતિબંધ લગાડી દવામાં આવ્યો છે. માત્ર મેડિકલ સેવા અને એમ્બ્યુલન્સ જ જઈ શકશે. આ અંગે કલેક્ટર રેમ્યા મોહનએ નિર્દેશ આપ્યો છે. હજુ સુરત માટે આવો કોઈ નિર્ણય નથી પણ કહેવાય છે કે સુરત અંગે પણ આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે.થોડા દિવસ પહેલા અમદાવાદથી રાજકોટ પરત ફરેલા યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આખુ એપાર્ટમેન્ટ ક્વોરન્ટીન કર્યું છે અને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસના 65 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા ૩ દિવસ થી કોઈ કેસ નહોતા જયારે આજે ફરી રાજકોટ માં ૨ કોરોના પોઝીટીવ આવ્યા છે.

અને આ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટરના નવા આદેશ અનુસાર કોઈપણ વ્યક્તિ રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ અવર-જવર કરી શકશે નહીં. શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજકોટ કલેકટર રેમ્યા મોહનજી એ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ  છે. માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ ઇમરજન્સી સેવાને જ છૂટછાટ આપવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદથી એક વ્યક્તિ રાજકોટ ગયો હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાને ફેલાતો અટકાવવા માટે લોકો ઘરમાં રહે તે માટે લોકડાઉન 3માં રાજકોટ પોલીસ વધુ કડક બની છે. સાંજના સાત વાગ્યાથી શહેરની તમામ દુકાનો બંધ રાખવાનો પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. કરિયાણા અને દવા સહિતની વસ્તુઓ પણ લોકોને  સાંજના 7 પહેલા ખરીદી લેવાની રહેશે અને ત્યારબાદ બહાર નીકળનારના વાહન ડિટેન થશે તેમજ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવાયું હતું કે, રાજકોટ શહેરમાં સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે અને લોકોની બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ રહેશે. કમિશનર અગ્રવાલે પણ વાતચીતમાં કહ્યું હતું કે, લોકડાઉન 3નો કડકાઇથી અમલ કરાવવામાં આવશે.

શહેરમાં અત્યાર સુધી કરિયાણા અને દવાની દુકાનો મોડે સુધી ખુલ્લી રહેતી હતી, પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને કરિયાણા સહિતની દુકાનો સાંજના 7 વાગ્યા સુધીમાં બંધ કરી દેવાની રહેશે, લોકોએ કરિયાણું કે દૂધ સહિતની વસ્તુ ખરીદ કરવી હોય તો તે પણ તેમણે સાંજના 7 પહેલા કરી લેવાની રહેશે. 24 કલાકની મંજૂરીવાળા મેડિકલ સ્ટોર જ ચાલુ રહેશે.

પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા રાત્રીના આમ જનતા માટે પેટ્રોલ નું વેચાણ પણ રાત્રે કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.સાંજના સાત વાગ્યા પછી બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળનાર વ્યક્તિના વાહન ડિટેન કરવામાં આવશે તેમજ એ વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવશે, સેવા કે અન્ય કોઇ કામ માટે કલેક્ટર તંત્ર પાસેથી મંજૂરી પાસ મેળવનાર વ્યક્તિ ચોક્કસ કામ માટે બહાર નીકળી શકશે, પરંતુ તેણે પાસ સાથે રાખવો પડશે, આવી વ્યક્તિ પાસે પાસ નહીં હોય તો તેની સામે પણ કાર્યવાહી થશે. રાજકોટમાં રાત્રીથી કર્ફ્યૂ લાગી જશે તેવી વાતો ફેલાઇ હતી આ અંગે કમિશનર અગ્રવાલે કહ્યું હતું કે, કર્ફ્યૂ નથી લાગ્યો પરંતુ સાંજના સાત વાગ્યા પછી તમામ દુકાનો બંધ રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!