રાજકોટમાં પાન -સોપારી- બીડી વેપારીઓ અને એસોસિએશન નો પ્રસંસનીય નિર્ણય – વાંચો

લૉકડાઉન 4.0માં ગુજરાત સરકારે કન્ટેનમેન્ટ ઝોન બહાર વિવિધ છૂટછાટ આપી છે. ત્યારે સરકારે નવા કન્ટેઈન્મેન્ટ ઝોનનું લિસ્ટ બહાર પાડી દીધું છે.  વિસ્તારોમાં અત્યારે  છૂટછાટ નથી અને એ સિવાયના વિસ્તારોમા ઘણી છૂટ મળી ગઈ છે અને લોકો ફરીથી ઘર બહાર નીકળી પડ્યા છે અને કામ ધંધે ચઢી ગયા છે.

સરકારશ્રીએ આપેલ છૂટ બાદ આજ સવારથી જ રાજકોટ માં પાન -માવા ની દુકાનો ખુલી ગઈ હતી અને પાન માવા ના બંધાણીઓ લાઈન લગાવીને બધા નિયમોનું ઉલ્લંઘન કરીને ઉભા રહી ગયા હતા. ઉલ્લખનીય છે કે સોસીયલ ડિસ્ટન્સ નું કોઈ પાલન થતું નહોતું, દુકાનદાર પણ અગર કહે તો પણ કોઈ માનતું  નહોતું અને જેથી ઘણા દુકાનદારો દુકાનો જ બંધ કરીને જતા રહ્યા હતા.

થોડી જ વાર પહેલા પાન – બીડી વેપારીઓ અને એસોશિયેસને નિર્ણય જાહેર કર્યો હતો જે જનહિતમાં ખુબ જ મહત્વનો નિર્ણય કહેવાય। એમને નક્કી કર્યું કે 31 મે સુધી પાન -માવા-સોપારી-બીડી ની કોઈ પણ દુકાન વેપારી કે એનજન્સી ખુલશે નહિ.

આ નિર્ણય કોઈ પણ સરકાર ના દબાણ કે કોઈ પણ સરકારી નિર્ણય નહિ પણ સ્વેચ્છાએ લીધેલ છે અને ખુબ પ્રસંસનીય નિર્ણય માટે આપણે આ એસોશિયેસન ને સલામી આપવી જ પડે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!