રાજકોટ ને લઈને આવ્યા મોટા સમાચાર – રાજકોટ ઓરેન્જ ઝોન માં હોવા છતાં રેડ ઝોન તરીકે ટ્રીટ થશે

દેશમાં લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં થોડી રાહત મળશે, પરંતુ રેડ ઝોનમાં હાલ કોઈ રાહત આપવામાં આવશે નહીં. આગળ વધીને સરકારની યોજના છે કે લોકોને તબક્કાવાર રીતે આ લોકડાઉનમાં રાહત આપવામાં આવશે.

દેશમાં 130 રેડ ઝોન જિલ્લાઓ છે. ઓરેન્જ ઝોનમાં 284 અને ગ્રીન ઝોનમાં 319 જિલ્લાઓ છે. ગ્રીન ઝોનમાં મોલ્સ, શાળાઓ, કોલેજો અને ધાર્મિક સ્થળો હજી પણ બંધ રહેશે.

ગૃહમંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ આદેશ આપ્યો છે અને લોકડાઉન 4 મે પછી બે અઠવાડિયા માટે લંબાવી દીધું છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે હવાઈ, રેલવે, મેટ્રો અને માર્ગ દ્વારા શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક અને તાલીમ / કોચિંગ સંસ્થાઓ ચલાવવા સહિત આંતરરાજ્ય હિલચાલ સહિત ભારતના તમામ ઝોનમાં કેટલીક પ્રવૃત્તિઓ બંધ રહેશે.

આ સાથે અત્યારે ગુજરાત રાજ્ય સીએમઓ  થી બ્રેકીંગ ન્યુઝ મળ્યા છે કે રાજકોટમાં નિયમો રેડ ઝોન જેવા જ લાગુ પડશે.

રાજકોટ માં જીવન જરૂરિયાત ની વસ્તુઓ સિવાય કોઈ ઓફીસ કે દુકાન ખુલી રખાશે નહિ.

CM ની અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગ માં નિર્ણય.. પહેલાની જેમ જ કડકાઇથી અમલ..રાજકોટમાં કોઈ જ છુટ નહીં મળે…સંપૂર્ણ લોકડાઉન

સરકાર નો નિર્ણય – લોકો ઘરે જ રહે – ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોન માં દારૂની દુકાન અને પાન માવાની દુકાન નહીં ખુલે – અશ્વિની કુમાર

આ સિવાય બીજા એક સમાચાર એ છે કે પાન માવા ની દુકાન ઓરેન્જ અને ગ્રીન ઝોન માં નહિ ખુલે.

તમને ખબર જ છે, ઝોન પ્રમાણે ક્યાં જીલ્લા છે તેમ છતાં રાજકોટ માટે અલગ નિયમ આવ્યો છે.

રેડ ઝોન
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ, આણંદ , અરવલ્લી અને ભાવનગર રેડ ઝોન માં રહેશે

ઓરેન્જ ઝોન
રાજકોટ, પાટણ, ભરૂચ, વલસાડ, બોટાદ, દાહોદ, નર્મદા, કચ્છ, છોટા ઉદેપુર, નવસારી, મહીસાગર, ગીર સોમનાથ, મહેસાણા, ડાંગ , ખેડા, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર

ગ્રીન ઝોન
મોરબી, અમરેલી, પોરબંદર , જુનાગઢ, દ્વારિકા

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!