ગુજરાતના વેપારીઓ માટે ‘માલામાલ’ યોજના – રાજ્ય સરકારે કરી સૌથી મોટી જાહેરાત

હજુ પરમ દિવસે જ વડાપ્રધાન શ્રી મોદીજી તરફથી દેશને આત્મનિર્ભર બનવા આહવાન કરવામાં આવ્યું હતું અને ૨૦ લાખ કરોડ રૂપિયા જેવી જંગી રકમ દેશના ઘણા ઉદ્યોગો, વેપારીઓ અને કર્મચારીઓ સુધી જવાની છે ત્યારે અલગ અલગ રાજ્ય માં નાની મોટી સહાય ની ઘોષણા ઓ થઇ રહી છે. આ સાથે  ગુજરાત રાજ્ય પણ તેમાથી બાદ નથી રહ્યું. આપણા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે ઓનલાઈન આવેલા અને એમને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેમા તેમણે નાના વેપારીઓને લોન આપવાની અને તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવાની વાત કહી હતી.

જણાવી દઈએ કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની આ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે ઓનલાઈન લાઈવ આવીને કરી હતી. ગુજરાત રાજ્યના અંદાજે 10 લાખથી વધુ લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ લે એ માટે બધી વ્યવસ્થા સરકાર કરી રહી છે.  આ યોજના અંતર્ગત નાના દુકાનદારોને આ યોજનાનો લાભ મળશે.

રૂપિયા 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકે આપવામાં આવશે. આ લોન ત્રણ વર્ષના ગાળા માટે આપવામાં આવશે. અને સહકારી બેંકો તેમજ  જિલ્લો બેંકોમાંથી આ લોન આપવામા આવશે. અને લોન લેનારે પહેલા 6 મહિના સુધી આ લોનનો એક પણ હપ્તો ભરવાનો રહેશે નહિ.  સરકારની આ યોજનામાં કોઇ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની રહેશે નહી. પ્રોવિઝનલ સ્ટોર અને કટલરી સ્ટોરને રાહત આપવામાં આવશે અને વાળંદ, અને બીજા નાના વેપારીઓ ને પણ રાહત મળશે.

આ સાથે મુખ્યમંત્રી શ્રી  વિજય રૂપાણીએ  જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે રાજ્યમાં તેની કોઇ અસર થશે નહી તથા લોકોને રોજગાર પૂરો પાડવા માટે સરકાર કટીબદ્ધ છે અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની અંદર મોટા ભાગના કારીગરો અને કામદારોને આવરી લેવામા આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. વિગતવાર ગાઈડલાઈન હવે બહાર પાડવામાં આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!