આ જગ્યા પર રાવણે શિવજીને પોતાના ૧૦ મસ્તક ચડાવેલા – પૂજાસ્થળ આજે પણ અહી મૌજુદ છે

દેવોના દેવ મહાદેવ ને સંસારના અંત અને આરંભ માનવામાં આવે છે,દેવભૂમિને ભગવાન શિવની નગરી કેહવામાં આવે છે, આ સ્થાન પર ભગવાન શિવજીના ખુબજ સરસ મંદિરો જોવા મળ્યા છે, અને બધા જ મંદિરોની અલગ અલગ ખાસિયત છે. આજે અમે આપને ભગવાન શિવાજીના આવાજ ધામ માંથી એક એવા ધામ વિશે માહિતી આપવાના છીએ, આ સ્થળ માટે એવું માનવામાં આવે છે કે, જ્યાં રાવણે પોતાના દશ માથા કાપીને ભગવાન શિવજીને અર્પણ કરેલા હતા.

ઉતરખંડમાં એક એવું સ્થાન આવેલું છે, કે જ્યાં લંકાપતિ રાવણે ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરીને, શીવજીને પ્રસન્ન કર્યા તેમજ રાવણે તેના દશ માથા પણ ભગવાનને અર્પણ કરેલા.આ સ્થાન ઉતરાખંડમાં આવેલા ચમોલી જીલ્લાના વિકાસખાંડના બૈરાસકુંડ નું એક પૌરાણિક મંદિર ને ગણવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે રક્ષકોના રાજા મહારાજા રાવણે બૈરાસકુંડમાં ૧૦૦૦ વર્ષ સુધી તપસ્યા કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરેલા, આ સ્થાન ઉપર રાવણ શીલા અને યજ્ઞકુંડ હજી સુધી જોવા મળે છે.અહિયાં સ્થિત મંદિરમાં ભગવાન શિવજીની સ્વમ્ભુ શિવલિંગ પણ જોવા મળે છે. અહિયાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓં ભગવાન શિવાજીની સાથે સાથે રાવણની પણ પૂજા કરે છે, આ દેશનું એવું મંદિર છે જ્યાં શિવાજી અને રાવણ બન્ને ની પૂજા થાય છે.

રાવણ સંહિતામાં પણ “બૈરાસકુંડ” મહાદેવના મંદિર નો ઉલ્લેખ કરેલો છે. પૌરાણિક કાળમાં આ મંદિર”દશમૌલી” ના નામથી ઓળખાતું હતું. શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં આ મંદિર ઉપર ખુબજ ભીડ જોવા મળે છે.અને એવી પણ માન્યતા છે કે આ મંદિરના દર્શન થી મનુષ્યને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.સ્કંદપુરાણમાં કેદારખંડ નો ઉલ્લેખ કરેલો છે,તેમાં જણાવવામાં આવ્યું છે કે રાવણ જયારે તપસ્યા કરતો હતો,ત્યારે તેને યજ્ઞ કુંડમાં પોતાના ૯ માથા ચડાવીને આહુતિ આપી દીધી હતી અને જ્યાંરે તે પોતાનું દશમું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને રાવણને વરદાન આપે છે.

દેવભૂમિમાં સ્થિત મહાદેવોના મંદિરોમાં આ મંદિરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, આ મંદિરમાં ભગવાન શિવાજીની સ્વયંભૂ શિવલિંગ ઉપલબ્ધ છે, તેમજ રાવણ દ્વારા કરવામાં આવેલા યજ્ઞ નો યજ્ઞકુંડ અને બીજા પણ અવશેષો મળેલા છે.આ સ્થાન ઉપર આ સિવાય બીજા પણ ઘણા મંદિરો મળી આવેલા છે, જેવાકે નંદ પ્રયાગ સંગમ સ્થળ, ગોપાલજી મંદિર, અને ચંડિકા મંદિર ને અહીયાના મશહુર મંદિરોમાં નું એક માનવામાં આવે છે. આ સ્થળ ઘટ્ટ પહાડો અને નદીઓથી ઘેરાયેલો છે, જેનાથી શ્રધ્ધાળુંઓને આધ્યાત્મિક શાંતિ પણ મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!