સૌથી નજીક હતા એવા રિશી કપૂરને બદલે ઈરફાનની મૌત વધુ દુખદ – બીગબી એ આપેલ કારણ વાંચવા જેવુ

૨૦૨૦ નું વર્ષ બોલીવુડ જગત માટે ખુબજ દુખદાયક સાબિત થઇ રહ્યું છે, આ સાલ માં બોલીવુડ જગતે બે સુપ્રસિદ્ધ સિતારાઓં  ઈરફાનખાન અને ઋષિકપૂરને ખોયા છે.આ બન્ને કલાકારો માં અમુક સમાનતા હતી જેવી કે બંને કેન્સરથી પીડિત હતા અને બંનેના મૃત્યુમાં ખાલી ૨૪ કલાક નો જ ફેર છે,બંને કલાકારોના અવસાન થી બોલીવુડ જગતમાં દુખનું વાતાવરણ થઈગયું છે,અને બંને ફેમસ કલાકરો ને ખોવાને લીધે બોલીવુડ જગતને ભારે નુકશાન ગયું છે.

બોલીવુડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને આ બંને કલાકારોનામૃત્યુથી ખુબ જ દુખ થયેલું છે,અને બચ્ચનજી એ આ બંને કલાકારો સાથે કામ કરેલું છે,આમતો ઋષિકપૂર અને અમિતજી ની તો બહુ જ ફિલ્મો આવેલી છે. ઋષિકપૂર અને અમિતાભજીની લાસ્ટ ફિલ્મ “102 નોટ આઉટ” હતી જેમાં બંને એ  બાપ-દીકરાનો રોલ કરેલો છે,તેમજ ઈરફાનખાનની સાથે અમિતજીની છેલી ફિલ્મ “પીકું” હતી.

આમતો અવસાન કોઈનું પણ થાય,પણ દુનિયા છોડીને જવા વાળી વ્યક્તિ માટે દુખ તો બહુ જ થતું હોય છે,પરંતુ જયારે બે વ્યક્તિની તુલના કરવામાં આવે તો એકાદ વ્યક્તિના મૃત્યુનું દુખ વધુ થતું હોય છે,આવામાં ઋષિકપૂરની તુલના માં ઈરફાનખાનના અવસાનથી લોકો વધુ શોકગ્રસ્ત જોવા મળ્યા છે,આ ઉપર અમિતાભ બચ્ચને પણ પોતાની વાત ટ્વીટ ઉપર રજુ કરી છે,અમિતજીએ પોતાના ટ્વીટ માં બંન્નેની ફોટો મુકેલી છે અને કેપ્શન માં લખ્યું છે કે “उम्रदराज सेलिब्रिटी बनाम यंग सेलिब्रिटी.. पहले की तुलना में बाद वाले का दुःख अधिक.. क्यों? क्योंकि आप दुसरे को मिल सकने वाले अवसर का विलाप करते हैंअवास्तविक संभावनाएं..

સોશિયલ મીડિયામાં ફેંસ પણ અમિતજીની આ ટ્વીટ ઉપર જુદી જુદી પ્રતિક્રિયાઓં આપી રહ્યા છે, આ સિવાય અમિતજીએ તેમની બીજા ટ્વીટ માં તેમણે એક ફોટો મુક્યો છે જેમાં ઋષિકપૂર અને ઈરફાનખાનને અમિતજી અલવિદા કહી રહ્યા છે.અને ઋષિકપૂર અને ઈરફાનખાન નો હાથ હલાવી રહેલો ફોટો પણ મુકેલો છે.


આ પેહલા અમિતાભ બચ્ચને ઋષિકપૂર માટે એક ગીત શેર કરેલું છે અને ગીતનો વિડીઓ શેર કરતા કેપ્શન માં એમને લખ્યું છે કે ‘वक्त ने किया क्या हसीं सितमतुम रहे न तुम, हम रहे न हम..


ઈરફાનખાન નું મૃત્યુ 53 વર્ષની ઉમેરે૨૯ એપ્રિલના રોજ કોકીલાબેન હોસ્પિટલ માં થયેલું અને ઋષિકપૂર નું મૃત્યુ 67વર્ષની ઉમરે ૩૦ એપ્રિલના મુંબઈ સ્થિત એન.એચ.રિલાયન્સ હોસ્પિટલ માં થયેલું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!