રિશી કપૂરની પેશાવરની ૧૦૨ વર્ષ જૂની ભવ્ય હવેલીને લઈને પાકિસ્તાનનો આવ્યો આવો નિર્ણય

બોલીવુડ અભિનેતા ઋષિકપૂરનું નિધન થયું છે, જ્યાં પૂરી દુનિયા ઋષિકપૂર ના અવસાન નો શોક મનાવી રહી છે, ત્યારે પાકિસ્તાનમાં સ્થિત ઋષિકપૂરની પુસ્તાની હવેલીને લઈને મોટી ખબર સામેં આવી છે.૨૦૧૮ માં ઋષિ કપૂરે આ કપૂર હવેલીને મ્યુઝીયમ માં બદલાવવા માટે પાકિસ્તાન સરકારને નિવેદન કરેલુ, અને આ નિવેદન પાકિસ્તાન સરકારે માન્ય પણ ગણેલું, પરંતુ હાલના રીપોર્ટસ પ્રમાણે પાકિસ્તાન સરકારે ફંડ ના પ્રોબ્લેમ ને લઈને હવે ઇનકાર કરી રહી છે.

સુત્રો ને અનુસાર સરકાર હવેલીને લઈને એવી યોજના હતી કે, બહારના ભાગને સંરક્ષિત કરવામાં આવશે અને અંદરના ભાગ ને મરમત કરવામાં આવશે, પરંતુ આર્થિક મુશ્કેલીઓને લઈને હવે આ સરકાર હવેલીને મ્યુઝીમમાં ફેરવવાની જ ના પડે છે.

પેશાવરના કિસ્સા ખાની બજારમાં ઋષિકપૂરનું પુસ્તાની ઘર છે, જે “કપૂર હવેલી” ના નામ થી જાણીતું છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પેહલા આ હવેલી બનેલી હતી, આ હવેલી પૃથ્વી રાજ કપૂરના પિતા અને ઋષિકપૂરના પરદાદા “દિવાન બ્શેશ્વરનાથ કપૂરે “ 1918-1922 માં બનાવેલી હતી.

આ હવેલીમાં પૃથ્વીરાજ કપૂરના નાના ભાઈ ત્રિલોકી કપૂર અને દીકરા રાજકપૂર નો જન્મ થયેલો હતો, સાલ 1918 માં આ હવેલીને બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું અને 1921 માં આ હવેલી તૈયાર થઇ ગઈ હતી. આ હવેલીમાં ૪૦ રૂમ હતા અને અંદરથી પણ ખુબજ ભવ્ય હતી.

એક સમયે આલીશાન દેખાતી આ હવેલી હવે ખુબ જ જર્જિત થઇ ગઈ છે, આ હવેલી પાંચ માળની હતી ભૂકંપને કારણે તેમાં ઘણી બધી તીવારો આવી ગઈ હતી જેથી તેના ત્રણ માળને પાડી દેવામાં આવેલા, અને હવે બે માળની જ આ હવેલી રહી છે.

અત્યારે આ હવેલીના માલિક “રાઝી ઈસરાર શાહ” છે, એમનું કેહવું છે કે 80ના દશકમાં તેમના પિતાજીએ આ હવેલી ખરીદી હતી,આમ તો  હવેલી અત્યારે ખાલી જ પડી છે, અહિયાં કોઈની અવર-જવર નથી.1947માં ભાગલા ના સમયે કપૂર ખાનદાન આ હવેલીને છોડીને જતા રહેલા.

1990 માં રણધીર કપૂર અને ઋષિકપૂરને તેઓની પુસ્તાની હવેલીને જોવાનો અવસર મળેલો, તેઓએ તેમની સાથે હવેલીના આગણાની માટીને સાથે લાવેલા, જેથી તેઓ પોતાની વિરાસતની યાદી રાખી શકે.

2016 માં ઋષિ કપૂરે પોતાની અને રણધીર કપૂરની પોતાની આ પુસ્તાની હવેલી સાથેની તસ્વીર શેર કરેલી, જેમાં તેઓ પેશાવરની હવેલીની બહાર ઉભા નજરે ચડે છે, તેઓ એ લખ્યું હતું કે, આ તસ્વીર કોઈકે મોકલેલી છે.અને હવેલી જેવી દેખાય છે તેવું જ તેમનું સ્વાગત પણ ઉષ્મા કરવામાં આવ્યું હતું.

1990માં ઋષિકપૂર ફિલ્મ હીનાના શુટિંગ માટે લાહોર કરાચી અને પેશાવર ગયેલા, અને આપને જાણ થાય કે આ ફિલ્મ ના ડાયલોગ રાજકપૂરના કેહવાથી પાકિસ્તાની લેખક “હસીના મોઈનને” લખેલા.

હાલમાં જ ઋષિકપૂરે પાકિસ્તાની સરકારને આ હવેલીને મ્યુઝીયમ માં ફેરવવા માટે અપીલ કરેલી સરકાર દ્વારા પેહલા આ વાત માની લેવામાં આવી હતી, પરંતુ ફંડ ની કમીને લીધે પછી તેઓએ ના પાડેલી છે.

ઋષિ કપૂરની પણ છેલ્લી ઇચ્છા પણ એક વાર પાકિસ્તાન જવાની હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!