આ અજીબ કારણથી મામા શકુનીના પાસા હંમેશા એનો સાથ આપતા – ચોંકી જશો વાંચીને

લોકડાઉન ના સમયે મહાભારત પણ રામાયણ ની જેમ ખુબ જ પોપ્યુલર સીરીયલ બની ગઈ છે, અને  સાથે સાથે મહાભારત ના અમુક પત્રો પણ ખુબ જ સોશિયલ મીડિયા ઉપર ચર્ચિત થયા છે, તેવું જ એક  દિલચસ્પ પાત્ર છે, મામા શકુની, આમ તો મામા શકુનીના ધુત ના ખેલ વિશે બધાને જ ખ્યાલ હશે અને ધુત ક્રિયા માં તે ખુબજ પારંગત હતા તે પણ બધાને ખ્યાલ છે. પરંતુ મામા શકુની જે ધુત રમવા માટે પાસા નો ઉપયોગ કરતા હતા તેના વિશે ખુબ જ ઓછા લોકોને ખ્યાલ હશે કે, મામા શકુની જે ધુત રમવા માટે પાસા નો ઉપયોગ કરતા હતા તે પાસા હાડકાઓ માંથી બનેલા હતા.

આ એકદમ સાચી વાત છે, મામા શકુની ના પાસા તેમના પિતા ના હાડકાઓ માંથી બનવેલા હતા,શકુનીજી ના પિતા જયારે મૃત્યુ પામ્યા ત્યારે, મામા શ્રી એ તેમના પિતાના થોડાક હાડકા તેમની પાસે રાખી લીધેલા અને તેમાંથી તેમને એમની માટે પાસા બનવેલા, અને મામા શકુની ધુત ક્રિયામાં ખુબજ પારંગત હતા તે બધાને ખ્યાલ જ છે, અને શકુની ને લીધે તેમને કૌરવોને પણ ધુત રમવાના શોખીન કરી દીધા હતા.

શકુની મામા, હસ્તીનાપુર આવીને વસ્યા અને તોઓ એ કૌરવો અને પાંડવોની વચ્ચે દીવાલ ઉભી કરી દીધી તેઓ ખાલી મૌકાની તલાશ માં જ હમેશા રેહતા અને આ વિનાશ અને ચાલ ખાલી પાંડવો માટે જ ના હતી, આ વિનાશ કૌરવો માટે પણ હતો, કેમકે મામાશ્રી એ સોગંદ ખાધેલા હતા કે તેઓ આખા કુરુકુળ નો સર્વનાશ  કરશે, અને આ માટે તેઓ  હમેશા તૈયાર રેહતા હતા અને કૌરવોને હમેશા પાંડવોની વિરુસ્ધ્ધ ભડકાવ્યા કરતા હતા, અને આ સોગંદ ને પૂરી કરવા માટે શકુની મામા એ દુર્યોધન ને મોહરો બનાવેલો.

જયારે યુધિષ્ઠિરને હસ્તિનાપુરનો યુવરાજ ધોષિત કરવામાં આવેલા, ત્યારે શકુની મામા એ દુર્યોધન ની સાથે મળીને લક્ષાંગૃહ વાળી યોજના બનાવી. મામાશ્રી નો ઉદ્દેશ્ય એટલો જ હતો કે તેઓ દુર્યોધને રાજા ના પદે જોવા માંગતા હતા, અને દુર્યોધન રાજા બને પછી તેઓ તેનો ઉપયોગ કરીને કુરુકુળનો નાશ કરવા માંગતા હતા. દુર્યોધન ના મન ઉપર તેઓનું આધિપત્ય હતું અને તેમને ખાતરી હતી કે, તેઓ જે પણ કેહ્શે તે દુર્યોધન માન્ય વગર રેહશે નહિ.

એવું પણ માનવામાં આવે છે, કે શકુંની મામા ના પાસા માં તેમના પિતાની આત્મા વસી ગયેલી, તેમના પિતા જયારે મૃત્યુ પામ્યા ત્યારે મામાશ્રી ને કહીને ગયા હતા કે, તુ મારા હાડકાઓ માંથી પાસા બનાવજે અને તે પાસા તુ કહીશ તે બધું જ માનશે.અને તને કોઈ ધુત ક્રિયામાં હરાવવી શકશે નહિ.

આમ જોઈએ તો શકુની ના બદલાની ભાવનાને “વેદ વ્યાસ” ના મહાભારત માં ક્યાય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ આ કથા લોકકથાઓ અને દંત કથાઓ ઉપર આધારિત છે, ધુતરાષ્ટ દ્વારા તેમના  પરિવારના સદસ્યો, માતા-પિતા અને ભાઈ ને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. એમનો પરિવાર ભૂખ અને તરસ ને લીધે મૃત્યુ પામ્યા, અને આ બદલાની આગમાં તેઓ કુરુવંશ નો નાશ કરવા માંગતા હતા. ઘણા વિધ્ધવાનોનું કેહવાનું છે, કે શકુની મામા પાસે પાસા હાથી દાંત ના જ બનેલા હતા, શકુની તેમની માયા વિદ્યા અને સંમોહન વિદ્યા થી પાસાને પોતાની તરફ કરી લેતા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!