આવા સંકેત કે અશુભ ઘટનાઓ બનતી હોય તો સમજજો કે શનિદેવ કોપાયમાન છે – આટલુ કરો

શનિદેવ ને ન્યાય પ્રિય દેવ માનવવામાં આવે છે, શનિદેવને ન્યાયાધીશની ઉપાધી દેવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ના જીવનમાં શનિની ગતિ જોવા મળે તો, તેના જીવન માં કોઈક ને કોઈક રીતે અશુભ ફળ મળતા રેહતા હોય છે. કુંડળીમાં શનિની દશા ખરાબ હોવાને લીધે પણ ઘણી બધી પરેશાનીયા ઉત્પન્ન થતી હોય છે.મનુષ્યના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે અને તેઓએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે, એવું કેહવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં શનિદેવ ની દશા તેમની જીવન બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે.

આજે આપને અમે અમુક એવા સંકેતો વિશે માહિતી આપીશું, જેનાથી આપને ખ્યાલ આવી જશે કે, તમારી કુંડળીમાં શનિની સ્થિતિ બરાબર નથી, અને આપને આવા સંકેતો મળે તો સમજી લેવું કે, તમરો ખરાબ સમય હવે શરુ થવાનો છે.

શનિદેવ ની સ્થિતિ કુંડળીમાં અશુભ હોય તો આપને નીચેના સંકેતો જોવા મળશે.

૧.કેટલીક વખત એવું પણ થાય કે તમારા ચપ્પલ વારે વારે તૂટતા હોય અથવા ખોવાઈ જતા હોય તો, આ સંકેત તમારા જીવનમાં શનિદેવની ખરાબ સ્થિતિ સૂચવે છે.

૨.અગર કોઈ વિદ્યાર્થી નું મન ભણવામાં લાગતું ના હોય અથવા તેમને કોઈ જ્ઞાન મળતું ના હોય તો સમજવું કે શનિની દશા ખરાબ ચાલી રહી છે, અને કોઈ વ્યક્તિના સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડતી હોય અથવા કામયાબી મેળવી શકતા ના હોય તો પણ શનિની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તેવું સમજવું.

૩.જયારે જયારે વધુ પડતું કામ કે સ્ટ્રેસ ને લીધે વ્યક્તિના ચેહરા ઉપર તણાવ અને થાક જોવા મળતા હોય છે, હવે જો વ્યક્તિના ચેહરા ઉપર માયુસી, થાક અને અપ્રફુલ્લિતતા રોજ જોવામાં આવે તો સમજ્વુકે આપણી કુંડળીમાં શનિની સ્થિતિ ખરાબ ચાલી રહી છે.

૪.કોઈ વ્યક્તિના જીવનમાં શનિની ખરાબ દિશા ચાલતી હોય તો તેનો સ્વભાવ એકદમ આળસી થઇ જાય છે,અને તે પોતાના કામકાજ માં મન લગાવી નથી શકતો અને તે પોતાના કામ ને લઈને કોઈ સારો રસ્તો પણ નથી કાઢી શકતો,તે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકતો નથી.

૫.આપ મકાન બનવવાનું કે મકાન ને લગતા કોઈ કામ કરતા હોય અને આ જ સમય માં જો કોઈ અશુભ ઘટના બની જાય તો સમજવું કે તમારા જીવનમાં શનિની સ્થિતિ અશુભ હોવાનું દર્શાવે છે.

૬. કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ ખરાબ ચાલતી હોય તો, વ્યક્તિ હમેંશા ખરાબ સંગતમાં રહે છે, અને હમેશા તેના મનમાં ખરાબ વિચારો જ આવતા રેહતા હોય છે.

૭.શનિની સ્થિતિ ખરાબ ચાલતી હોય તો, વ્યક્તિને આર્થિક રીતે નુકશાની વેઠવી પડે છે, તેમજ એકઠું કરેલું ધન પણ ધીમે ધીમે નષ્ટ થઇ જાય છે, વ્યક્તિ શારીરિક બીમારીઓ થી પીડાય છે, તેમજ શરીર પણ ઘણું કમજોર થઇ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!