પૈસાનો મોહ નથી લાગ્યો આ અભિનેતાઓને – અબજોપતિ છે પણ કપડા પણ સિમ્પલ જ પહેરે છે

બોલીવુડ સ્ટાર્સની જીવનશૈલીને જોઇને, બધા જ લોકો આશ્ચર્યચકિત તઃતા હોય છે, બધા જ લોકો ઇચ્છતા હોય છે તેઓને પણ આ પ્રકારનું રાજવી જીવન મળે, પરંતુ બોલીવુડ સ્ટાર્સ રાત –દિવસ એક કરીને અથાગ પરિશ્રમને પરિણામે આ સ્ટેજે પહોચ્યા હોય છે,આને આ જીવન જીવવાનો તેમનો અધિકાર છે. કોને લક્ઝરી લાઇફ પસંદ નથી. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી સુધી, બધાજ લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. તે પોતાની લક્ઝરી લાઇફને જાળવવા માટે સખત મહેનત કરે છે.માણસ ફક્ત તેની 3 જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા કમાય છે અને તે 3 જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે.

પરંતુ બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જેમના માટે રોટી, ઘર તો સારું છે પણ મોંઘા કપડા પર પૈસા બગાડવાનું પસંદ કરતા નથી. ઘણા બોલિવૂડ સ્ટાર્સ મોંઘા અને બ્રાન્ડેડ કપડા પહેરવાનું પસંદ કરે છે પરંતુ બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જે મોંઘા કપડાને પહેરવાનું પસંદ નથી કરતા. આ સ્ટાર્સનું માનવું છે કે કપડાં પર પૈસા ખર્ચ કરવો એ મૂર્ખતા છે. તેમના કહેવા મુજબ, વ્યક્તિએ તેના બ્રાન્ડ અને ભાવને જોતા નહીં, પરંતુ કયા કપડાંમાં તે આરામદાયક લાગે છે તે જોયા પછી કપડાં લેવા જોઈએ. આજે  અમે તમને એવા કેટલાક બોલીવુડ સ્ટાર્સ વિશે માહિતી આપીશું, જે કપડાં પર વધારે પૈસા ખર્ચતા નથી.

સની દેઓલ:-

90ના દાયકાઓનો સુપરસ્ટાર તરીકે ઓળખાતો સન્ની દેઓલ ,તે સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ચહીતો હતો અને સારી એવી નામના કમાઈ હતી. તે સમયગાળા દરમિયાન ઝિદી, ખાટીક, બોર્ડર અને ગદર જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. તમને જાની ને આશ્ચર્ય થશે કે ,મોટા અને સમૃદ્ધ પરિવારમાંથી આવ્યા હોવા છતાં, તેમનામાં થોડું પણ અભિમાન નથી. આટલું જ નહીં, સનીને મોંઘા કપડાંનો પણ શોખ નથી. તેથી, તે કપડા પર વધારે પૈસા ખર્ચ કરતો નથી.

ઇમરાન હાશમી :-

ઈમરાન હાશ્મી છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડના ફેમસ સ્ટાર બન્યા છે. અત્યારના  દિવસોની વાત કરીએ તો,તેઓં અત્યારે અમિતાભ બચ્ચન સાથે આવી રહેલી  ફિલ્મ ‘ફેસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.  ફેશનેબલ દેખાતા ઈમરાન હાશ્મીને વાસ્તવિક જીવનમાં મોંઘા કપડાં પહેરવાનો શોખ નથી. જો તેઓ ચાલતી વખતે તકલીફ ના આપે એવું કોઈ કાપડ મળે તો તે પસંદ કરે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી:-

નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ આજે બોલીવુડના જાણીતા કલાકારોમાંનું એક છે. તેનો અભિનયન આજે દુનિયાભરના લોકો પસંદ કરે છે. આજે નવાઝુદ્દીન સિદ્દીકી પાસે પૈસાની અછત નથી, આમ હોવા છતાં તે ઘણી વખત ફૂટપાથ પરથી કપડાં ખરીદતો જોવા મળે છે. નવાઝ બોલિવૂડનો સૌથી સરળ અને સામાન્યઅભિનેતા છે .અને મોટી વાતતો એ છે કે આટલા પૈસા હોવા છતાં પણ તેમને પૈસાનું અભિમાન નથી.

સુશાંતસિંહ રાજપૂત :-

સુશાંતસિંહે પોતાના કેરિયરની શરૂઆત નાના પડદાથી અભિનય શરૂ કરી હતી,અને સુશાંત સિંહ રાજપૂત આજે બોલિવૂડના જાણીતા અભિનેતા છે. ઉદાર અને સ્માર્ટ હોવા છતાં, તે શોમેનશીપથી દૂર રહે છે. તેને કપડાં ઉપર વધારે પૈસા ખર્ચવાનું પસંદ નથી. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે સુશાંત એકમાત્ર બોલિવૂડ હીરો છે જેમણે ચંદ્ર પર જમીન ખરીદી છે.

અક્ષય કુમાર :-

અક્ષય કુમારની જીવનશૈલી ખુબ જ સરળ છે, અને તેઓ ઉચ્ચ વિચારસરણીમાં પણ માને છે. તે તેની જીવનશૈલી વિશે ખૂબ જ સાવધ છે. તેને પાર્ટી અને ફરવાનું પસંદ નથી. તેઓં વ્યસનથી પણ મુક્ત છે. તેમના કહેવા મુજબ, વ્યક્તિ સ્ટાઇલિશ ફેશનેબલ કપડાં પહેરેલા સુંદર લાગે છે પણ અંદર ગૂંગળામું થઈ ગયું છે. તેથી જ તે આરામદાયક વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે.અને આજકાલ પણ તેઓએ કોરોના ની જંગ માં આપેલા ડોનેશન ને લીધે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચિત થયા છે, અને લોકો તરફથી રીયલ હીરોના બિરુદ ને પામ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!