માતા સીતાએ રાવણને અપહરણ પછી આ ૩ વાત કહેલી – આજે પણ દરેક પર લાગુ પડે છે

રામાયણ વિશેની માહિતી,મોટેભાગે દરેક હિન્દુમીત્રોને હોય છે,અને રામાયણ માં ભગવાન શ્રી-રામને 14 વર્ષ માટે વનવાસ થયેલો અને આ વનવાસ કાળ દરમિયાન માતા સીતા અને લક્ષ્મણજી ભગવાન રામની સાથે હતા,અને આ દરમિયાન રાવને છળ કરીને સીતાજીનું હરણ કરી લીધું હતું. અને એ સમયે માતા સીતાએ રાવણને આ દુષ્ટ અને ઘૃણિત કાર્ય બદલ દંડ માટે શ્રાપ પણ આપ્યો હતો. અને એ સમયે માતા સીતાએ રાવણને જે વાતો જણાવી હતી. તે  આપણા જીવનમાં આપણે પણ જાણવી ખુબજ જરૂરી છે.

જે પુરુષ પોતાની સ્ત્રી ઉપરાંત કોઈ અન્ય પરાઈ સ્ત્રી પર ખરાબ નજર નાખે છે  અને તેની અનુમતિ વગર તેને અડવાનો પ્રયાસ પણ કરે તો તે દુરાચારી કહેવાય છે, અને તેણે આ પાપ ભર્યું કર્યે કરવાનું પાપ પણ ભોગવવું જ પડે છે. તેણે આ સંસારમાં રહીને જ તેની કિંમત ચૂકવવી પડે છે. તેથી ક્યારેય કોઈ પુરુષે  પરાઈ સ્ત્રી સામે ખરાબ દ્રષ્ટિથી જોવું ના જોઈએ અને સ્ત્રીઓને ઈજ્જત, માન અને સમ્માન આપવું જોઈએ. આવું કરવાથી પાપ માંથી છુટકારો મેળવી શકાય છે.

જે વ્યક્તિ પાસે વધારે ધન સંપત્તિ હોય તો તેણે પોતાની ધન સંપતી ને લઈને પોતાની અંદર ઘમંડ નાં રાખવો જોઈએ કારણકે એવું કહેવાય છે કે પૈસા તો હાથનો મેલ છે, જે આજે છે અને કાલે નથી, તેથી ક્યારેય પૈસાનો ઘમંડ ના કરવો જોઈએ, કારણકે ઘમંડના નશામાં વ્યક્તિની વિચારવાની ક્ષમતા શૂન્ય થઇ જાય છે અને તે કોઈ ખોટું કામ કરી બેસે છે અને પૈસાના નશામાં ખોટા પગલા પણ ભરી બેસે છે. અને અન્ય વ્યક્તિઓને તુચ્છ સમજવા લાગે છે. અને એજ ઘમંડ તેના વિનાશનું કારણ બને છે.

સીતા માતાએ રાવણને છેલ્લે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ગમે એટલો શક્તિશાળી કેમ ના હોય તેણે પોતાના બળનો દુરઉપયોગ કે અભિમાન ક્યારેય ના કરવું જોઈએ. કેમકે બળનો ખોટો ઉપયોગ કરવાથી તેનું પુણ્ય ઘટી જાય છે,અને પાપ વધી જાય છે. અને આ વસ્તુજ તેના મૃત્યુનું કારણ પણ બને છે.

માતા સીતા દ્વારા રાવણને કહેવામાં આવેલી આટલી વાતો જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે અને તેને અનુસરે તો તેના જીવનનો ઉદ્ધાર થઇ જાય છે. તેથી આટલી વાતોનું ખુબજ ધ્યાન રાખવું જોઈએ, આ વાતો આપણા દરેક ના જીવન માટે એક સંદેશા રૂપ છે,આ વાતો ને માણસ જીવન ની સાથે બાંધી લે તો, તેને જીવનમાં કોઈ વાતનું દુખ રેહતું નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!