શ્રી રામે જયારે સીતામાતાનો ત્યાગ કરેલો ત્યારે ફરીથી સુપર્ણખા મળેલી અને આ પ્રશ્ન પૂછેલો

રામાયણ એ હિંદુ સંસ્કૃતિનો એવો ગ્રંથ છે,જેના દરેલ પ્રસંગ વિશે, નાના છોકરાવ થી લઈને વડીલો સુધી તેના પ્રસંગો બધાની મોઢે મોઢે છે,રામાયણ આખી વાર્તા બધાને ખબર જ છે કે, રાજા દશરથને ચાર પુત્રો હતા, અને ચારેય પુત્રોના મીથીલા નરેશની પુત્રીઓ સાથે લગ્ન થાય છે, અને રાણી કૈકૈય દ્વારા રામને 14 વર્ષનો વનવાસ આપાય છે અને આ વનવાસકાળ માં લક્ષ્મણજી અને માતા સીતા પણ રામ ની સાથે વનવાસ માં જાય છે,અને વનવાસકાળમાં રાવણ માતા સીતાનું હરણ કરે છે,અને રામ – રાવણ યુધ્ધ થાય છે, અને રામ ફરીથી અયોધ્યામાં આવે છે અને રાજા બને છે.

પ્રભુ રામ લોકાદોષ ને લીધે સીતાજીનો પરિત્યાગ કરે છે, સીતાજી વનવાસ માં લવ-કુશ નામના બે પુત્રો ને જન્મ આપે છે, આ આખી રામાયણ માં અમુક પ્રસંગો એવા હોય છે,જેનો ખ્યાલ આપણને હજી સુધી નથી તો , એવી જ એક વાત છે રામજી ના પરિત્યાગ થયેલી માતા સીતા જયારે વનમાં રેહતા હોય છે ત્યારે તેમની મુલાકાત સુર્પન્ખાની સાથે થાય છે.

રાવણના વધની પાછળ સુર્પન્ખા નો સૌથી મોટો હાથ હતો  તે આપને બધા જ જાણતા હતા અને સુર્પ્ન્ખા રાવણ નો વધ કરવા માગતી હતી એટલે જ સુર્પન્ખાએ રામ સાથે લગ્ન માટેનો પ્રસતાવ મુકેલો હતો,અને આના પછી ની બધી જ વાત આપને બધા જ જાણતા હોઈએ છે,અને પછી જયારે રામ અયોધ્ય આવી જાય છે અને એક ધોબીની વાત ને લઈને માતા સીતા નો પરિત્યાગ કરે છે.

સીતાજી એક રાજ રાણી હતા પરંતુ તેમને કોઈ દિવસ મહેલોના સુખ પ્રાપ્ત થયા ના હતા, લગ્ન બાદ તુરંત તેમને પતિ સાથે 14 વર્ષ નો વનવાસ થયો, ત્યાર બાદ વનવાસ માં પણ રાવણ દ્વારા હરણ અને લંકા માં પણ એક વાટિકામાં તેમણે એક વનવાસીની જેમ જ જીવન વિતાવ્યું અને પછી રામ દ્વારા પરીત્યાગ થવાથી તેઓ વનમાં જઈને વસ્યા આમ તેમનું પૂર્ણ જીવન વનવાસમાં જ પૂરું થયું.

જયારે જંગલમાં માતા સીતા રહેતી હતી ત્યારે તેમની મુલાકાત સુર્પન્ખાની સાથે થઇ હતી અને તે માતા સીતાને આવી રીતે વનમાં રેહતા જોઇને ખુબજ ખુશ થઈ હતી,એને કીધું કે એક વખત એવો હતો કે, મેં જયારે રામ સાથે લગ્નનો પ્રસ્તાવ મુકેલો ત્યારે રામેં મારો ત્યાગ કરેલો અને આજે  તારો પણ પરિત્યાગ રામ દ્દ્વારા જ થયો ને, અને સુર્પન્ખા  આવી વાતો થી માતા સીતાનું દિલ દુખાવવા માગતી હતી .

માતા સીતા સુર્પન્ખાના આવા વાક્યોથી જરા પણ દુખી થઇ નહિ અને તેની એ સુર્પ્ન્ખા ને કીધું કે આપને એવું શા માટે માની લેવું જોઈએ જેને આપને પ્રેમ કરીએ તે આપણે પણ એટલો જ પ્રેમ કરે,અને અને આગળ સીતાજી એ કીધું કે આપણે આપણી અંદર ની શક્તિઅઓ ને જાગૃત કરવી જોઈએ જે આપણને પ્રેમ ના કરતુ હોય છતા પણ આપને તેને પ્રેમ કરી શકીએ, બીજા ને ભોજન આપીને જે મનુષ્ય પોતાની ભૂખ મિટાવી શકતું હોય તેને જ મનુષ્યતા કેહવાય.

માતા સીતાની આ વાત સંભાળીને સુર્પન્ખા એ લજ્જા અનુભવી, તેને એવું હતું કે આ વાતો થી તે માતા સીતા માં પ્રતિશોધની આગ લગાવી શકશે, અને તે ઇચ્છતી હતી કે જે લોકોએ તેનું અપમાન કર્યું તેમનો તે બદલો લઇ લે ,અને પછી માતા સીતા ને પૂછે છે કે તો પછી મને મારા અપમાન નો ન્યાય  કયારે મળશે? ત્યારે સીતાજી કહે છે કે તેમને તો દંડ મળી જ ગયો છે,તે દશરથ પુત્રો આજે શાંતિથી સુઈ નથી શકતા,એનાથી વિશેષ હવે તેમને શો દંડ હોઈ શકે? હે સુર્પન્ખા તું પણ તારું મન સાફ કર અને પ્રભુમાં જ મનને પોરવી દે, નહીતર તારો પણ વારો એક દિવસ રાવણ જેવો જ આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!