ગુજરાતમાં લોકડાઉન ૪ માટે આટલી છૂટછાટ – જલ્દી વાંચો શું રાહત મળશે

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસ આજે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. આવામાં ભારત દેશ પણ બાકાત નથી. આ કોરોના વાયરસ ને લીધે વધુ પ્રમાણમાં લોકોના મૃત્યુ થયા છે. ધીરે ધીરે બધા જ રાજ્યોમાં ફેલાઈ ગયો છે.

આ વાયરસની ભારતદેશમાં મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યમાં વધુ પ્રમાણમાં કેસો સામે આવ્યા છે. કોરોના વાયરસ ને કાબૂમાં કરવા માટે સરકાર દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોરોના ને નિયત્રંણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા સમયથી દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ 22 માર્ચ થી આ લોકડાઉન સતત આગળ વધી રહ્યું છે. સૌથી પહેલા લોકડાઉન 1 એ 14 માર્ચ સુધી રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોરોના વાયરસ કાબૂમાં ન આવતા લોકડાઉન 2 એ 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું હતું ત્યારબાદ લોકડાઉન 3 17 મે સુધી કરવામાં આવ્યું હતું. હવે લોકડાઉન 4 પણ 31 મે સુધી લાંબુ કરી દેવામાં આવ્યું છે. એમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે.

ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉન ૪ અનુસાર આટલી છૂટછાટ આપવામાં આવી છે.

નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકારે રાજ્ય સરકાર પર છૂટછાટ નિર્ણય કરે તેવુ સૂચવ્યું છે. કન્ટેન્મેન્ટ અને નોન-કન્ટેન્ટમેન્ટ ઝોન આધારિત નિર્ણયો થશે. ગાઈડસાઈન અનુસાર, આવતીકાલે તમામ શહેરોના કલેક્ટર, કમિશનર ડીડીઓ બધા સાથે મળીને પોતાના ઝોનની માહિતી આપશે. આવતીકાલે રાજ્ય સરકાર તેને ફાઈનલ કરશે. નોટિફિકેશનનો અમલ મંગળવારથી શરૂ થશે, આવતીકાલે લોકડાઉન 4ના નિયમો જાહેર કરાશે. તેમણે કહ્યું કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આવતીકાલે નક્કી કરાશે. આ સિવાય કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર એસ.ટી. ચાલુ કરવામાં આવશે.

આ સિવાય બીજા અલગથી નિયમો બનાવ્યા છે જેમાં જાહેરમાં માસ્ક ના પહેરનાર ને ૨૦૦ રુ નો દંડ
જાહેરમાં થુંકનાર ને ૨૦૦ રુ. દંડ વસુલ કરવામાં આવશે

હમણાં થોડાક દિવસ પહેલા મોદી સરકારે દેશને સંબોધન કરતા આત્મનિર્ભર ભારતની વાત કરી હતી અને દરેક ભારતીયને ભારતીય ચીજ વસ્તુઓ ખરીદવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ મોદી સરકાર દ્વારા 20 લાખ કરોડના આર્થિક પેકેજની પણ વાત કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!