સોમનાથ મહાદેવ મંદિર ચોગાનમાં અડીખમ ઉભેલા આ ‘બાણસ્તંભ’ નું અદ્ભુત રહસ્ય જરૂર વાંચવું ગમશે

દુનિયાભરમાં અમુક રહસ્યો એવા જ છે જે આજ સુધી રહસ્યો જ રહ્યા છે, જેને આજ સુધી કોઈ જાણી નથી શક્યું, આવું જ એક રહસ્ય ગુજરતમાં સ્થિત સોમનાથ મહાદેવ ના મંદિર માં છે.સોમનાથ મંદિરના પટાગણ માં એક સ્તંભ આવેલો છે.જે બાણ સ્તંભના નામ થી પ્રચલિત છે.આ સ્તંભ માં એક રહસ્ય છુપાયેલું છે,જે બધાને હેરાન કરી દે છે.

આ, જોઈએ તો સોમનાથ મંદિર બહુ બધી વાર તૂટ્યું છે અને તેનો જીર્ણોધ્ધાર પણ ઘણી બધી વાર થયેલો છે. છેલ્લે 1951 માં આ મંદિરને ફરીથી ઉભું કરવામાં આવેલું.મંદિરના દક્ષિણમાં એક સમુદ્ર છે અને આ સમુદ્રના કિનારે જ આ બાણસ્તંભ સ્થિત છે,મંદિરની સાથે સાથે બાણ સ્તંભ નું પણ જીર્ણોધ્ધાર થયેલો છે.

લગભગ છઠ્ઠી સદીથી બાણ સ્તંભ નો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે.એનો મતલબ એ છે કે આ સમયે પણ બાણ સ્તંભ ત્યાં સ્થિત હતો,તેથી જ તેનો ઉલ્લેખ ઈતિહાસ માં પણ છે.પરંતુ એ કોઈ નથી જાણતું કે આ સ્તંભ કોણે બંધાવેલો છે અને ક્યારે બંધાવેલો છે?

જાણકારના કેહવા પ્રમાણે બાણસ્તંભ એક દિશાદર્શક સ્તંભ છે.જેના ઉપરના ભાગે એક બાણ છે અને તે બાણ નું મુખ સમુદ્રની બાજુ પર છે.આ બાણ સ્તંભ પર લખેલું છે ‘आसमुद्रांत दक्षिण ध्रुव, पर्यंत अबाधित ज्योर्तिमार्ग’ એનો મતલબ એ થાય કે સમુદ્રના આ બિંદુ થી સીધી રેખામા દક્ષીણ ધ્રુવ સુધી એક પણ અવરોધ નથી એટલે એમનો કેહવાનો મતલબ એ છે કે સીધી રેખામાં કોઈ પહાડ કે ભૂમિનો એક પણ ટુકડો આવતો નથી.હવે સૌથી મોટો સવાલ એ છે કે શું એ સમયે પણ લોકો ને એ ખ્યાલ હતો કે દક્ષીણ ધ્રુવ કઈ બાજુ છે અને પૃથ્વી ગોળ છે?

કેવી રીતે એ લોકોએ જાણ્યું હશે કે બાણ સ્તંભની સીધી રેખામાં કોઈ પણ ભૂમિનો ટુકડો  નથી? એ અત્યાર સુધી રહસ્ય જ રહ્યું છે. આજના જમાનામાં તો વિમાન કે ડ્રીન દ્વારા આસાનીથી માહિતી મળી જાય છે.

હવે દક્ષીણ ધ્રુવથી સીધી રેખામાં ભારતના પશ્ચિમી તટ ઉપર આ જ્યોતિલિંગ સ્થાપિત છે, જેને 12 જ્યોતિલિંગ માની પ્રથમ જ્યોતિલિંગ  ગણવામાં આવે છે.એવામાં બાણ સ્તંભ ઉપર લખેલી છેલ્લી પંક્તિ ‘अबाधित ज्योर्तिमार्ग’ પણ એક રહસ્ય જ છે.કેમકે ‘अबाधित’ અને ‘मार्ग’ સમજમાં આવે છે પણ ज्योर्तिमार्ग શું છે? એ સમજવું મુશ્કેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!