“કોન્તે”, “રાધે” – આ કારણ છે જેથી પહેલાના જમાનામાં માતાના નામથી દીકરાઓને બોલાવાતા

મહાભારત અને રામાયણ જોતા સમયે આધુનિક જમાનાની બધી જ સ્ત્રીઓને મુન્જાવતો એક પ્રશ્ન એ થયો છે, કે અમારા બાળકને કેમ અમારા નામ થી નથી ઓળખવામાં આવતું ? એ જમાના માં તો સ્ત્રીઓને જોઇએ તેટલી સ્વતંત્રતા હતી નહિ અને અત્યારે તો સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈને ઉભી રહી છે તો પણ આવું કેમ? કેમ કુંતી પુત્ર અર્જુન કેહવાતું? શા માટે ગંગા પુત્ર ભીષ્મ કેહવાતું ?

અને શા માટે ‘કોન્તેય’ અને ‘રાધેય’ આવી રીતે પુત્રોને સંબોધિત કરાતા?

અત્યારે તો માં ઘર અને ઓફિસ બંને સંભાળે છે છતાં પણ તેના સંતાન ની પાછળ તો પિતાનું જ નામ લાગે છે, અને ઓળખ, સંસાર પણ તુ ક્યા ભાઈ નો પુત્ર છો? તેવી રીતે જ  કરતુ  હોય છે, તો સ્ત્રીઓને જે  માન  અને સન્માન તે સમયે આપવામાં આવતું તે અત્યારે કેમ નથી આપતું ? કેમ અત્યારના  બાળકોને તુ કઈ માનો પુત્ર એમ નથી પૂછવામાં આવતું? હાલમાં સરકાર દ્વારા આદેશ બહાર પડેલો છે કે કોઈ બાળકોની પાછળ જો તેની માતાનું નામ લગાડવું હોય તો તે લગાડી શકે છે.

આ બધા જ સવાલોના અમે આપને જવાબો આપી દઈએ કે એ સમયે રાજા ને ઘણી બધી રાણીઓ હતી અને રાજા ને તો બધા ઓળખાતાજ હોય તો રાજા નો એ પુત્ર છે તે ક્યાં રાણી થકી છે? તે સમાજ ને જાણ પડે એટલા માટે તેની આગળ માતાનું નામ લગાવીને બતાવવામાં આવતું હતું કે આ પુત્ર આ રાણી  થકી છે, હવે આપને સમજાયું કે, એ જમનામાં માતાના નામ થકી કેમ તેમના સંતાનોને ઓળખવામાં આવતા હતા!

અને રહી વાત તે જમાનાની સ્ત્રીઓને જે આદર અને માન સન્માન મળતું તેની તો તે જમાનાની સ્ત્રીઓ ખરેખર આદરણીય હતી, તેઓએ પોતાની આખી જીંદગી રાજ્ય,પરિવાર,પતી અને પુત્રો ની પાછળ એવી રીતે કાઢી નાખી છે જે આ જમાનામ તો અશક્ય જ છે, તેમજ તે સમય જેટલી શાન શક્તિ સમજણ પણ હવે અત્યારની સ્ત્રીઓ માં રહી નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!