ઝીરો કેસ સાથે ગ્રીન ઝોનમાં લહેર કરતા આ જીલ્લામાં કોરોનાએ એન્ટ્રી લીધી – જલ્દી વાંચો કયો જીલ્લો છે
કોરોના વાઇરસે જયારે આખા વિશ્વને હેરાન પરેશાન કરી મુક્યું છે ત્યારે ગુજરાત પણ દેશમાં ઘણા કેસ સાથે આગળ છે. અમદાવાદ, સુરત, વડોદરા માં સૌથી વધુ કેસ મળ્યા હતા જયારે ગુજરાતના અમુક જીલ્લા હતા જ્યાં કોઈ પણ કેસ નહોતો નોંધાયો.

સરકારે, થોડા દિવસ પહેલા લોકોને એક જીલ્લા થી બીજા જીલ્લામાં જવાની પરમીશન આપવાની ચાલુ કરતા કોરોના નવી નવી જગ્યાએ ફેલાઈ રહ્યો છે કેમકે આ બધા લોકો જે અવર જવર કરે છે એને લીધે કોરોના ફેલાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરત થી અમેરલી આવેલા એક વૃદ્ધ ને કોરોના પોઝીટીવ મળતા અમરેલી જીલ્લામાં દોડ દોડી થઇ ગઈ છે. આજ સુધી કોરોના નો એક કેસ નહોતો એવા અમરેલી જીલ્લામાં આ પહેલો કેસ આવ્યો એટલે તંત્ર સજાગ થઇ ગયું છે.
પૂરી વિગત જણાવીએ તો અમરેલી તાલુકાના ટીમ્બલા ગામના 67 વર્ષના વૃદ્ધ મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જે થોડા દિવસ પહેલા સુરત થી આવ્યા હતા.
તુરંત પગલા લેતા અમેરીલી માં જે ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમને તપાસાયા હતા તે બંધ કરવાનો નિર્ણય નિર્ણય લેવાયો છે અને જેથી ચેપ આગળ વધે નહિ એવો નિર્ણય લેવાયો છે.
આ સાથે સુરત થી આવેલા આ વૃદ્ધા નુ ચેકઅપ કરનાર ત્રણ ડોક્ટરને પણ સલામતી માટે સેલ્ફ ક્વોરેન્ટાઇન કરાયા છે જેથી વધુ વ્યક્તિ સુધી કોરોના ફેલાય નહિ.
ગ્રીન ઝોન મા એટલે અમરેલીમાં આજ સુધી કોઈ કેસ નહોતો અને કોરોના ની એન્ટ્રી થી લોકો ચિંતિત થયા છે અને સુરત અને બીજા શહેરો માંથી આવીને કોરોના ફેલાવતા લોકો માટે રોશની લાગણી વ્યક્તિ થઇ હતી. તંત્રએ જ્યાં સુધી કોરોના કંટ્રોલ માં ના આવે ત્યાં સુધી આવી અવર જવર ના થવા દેવી જોઈએ જેથી કોરોના ફેલાઈ નહિ એવી વાતો પણ થવા લાગી છે.
Author: ‘પંકજ ઇન્દ્રોડીયા’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.