મોદી સરકારે કુબેરનો ખજાનો ખોલ્યો – આ રીતે સામાન્ય વર્ગને થશે લાભાલાભ

12 તારીખનાં દિવસે વડાપ્રધાન મોદી અનુસાર કોરોના ના આંતક વિરુદ્ધ લડાઈ કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ રજૂ કર્યું છે ત્રણ દિવસ સુધી આ પેકેજની જાહેરાત કઈ દેવામાં આવશે અને આજે ગરીબ માણસો માટે જાહેરાત કરશે, જયારે કાલે MSME ઉધોગો માટે કોર્પોરેટ કંપની માટે જાહેર કરશે.


આપણા દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણએ જણાવ્યું હતું કે, આપણે દુનિયાથી અલગ થવા નથી માંગતા પરંતુ સક્રિય થવા માંગીએ છીએ. સ્થાનિક બ્રાન્ડને વૈશ્વિક બ્રાન્ડ બનાવીશું. ભારત એવું ઉત્પાદન કરવા માંગે છે જે સમગ્ર વિશ્વને સહાય રૂપ થાય. લેન્ડ, લીકવીડિટી અને લેબર પર ભાર મુકવામા આવશે. આ અભિયાન હેઠળ સીધા ગરીબ લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાને દેશનું ગૌરવ આખી દુનિયાએ વધાર્યું છે. વિશેષ પેકેજને લઈને બધા જ મંત્રાલયો સાથે વિચારણા કરવામાં આવી છે.

રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ વિષય પર વાત કરતા હતું કે, વિશ્વની સરખામણીમાં ભારત સારી રીતે લડ્યું છે. આ જોડે જ કહ્યું હતું કે, સરકારે દેશના ભૂખ્યા ના રહે તેની ચિંતા કરી છે. 20 લાખ કરોડના પેકેજથી ઉર્જાનો સંચાર કર્યો છે. આ સિવાય 1 લાખ 70 હજાર કરોડના પેકેજની મસમોટી જાહેરાત કરી હતી.

આ જોડે જ નાણામંત્રીએ વાત કરતા કહ્યું હતું કે,જ્યાં સુધી ભારત આત્મનિર્ભર નહીં થાય ત્યાં સુધી આ દિશામાં કામગીરી થતી રહેશે.
18000 હજાર કરોડનું અનાજ ભાગ પાડવામાં આવશે.

MSME જુદા જુદા 6 પગલાં ઉઠાવામાં આવશે. MSME અનુસાર 3 લાખ કરોડની લોનથી 45 લાખ એકમોને લાભ થશે. 31 ઓક્ટોબરથી MSME માટે લોન પ્રાપ્ત થશે. કુટરી અને લઘુ જીવતું રાખવા માટે ઉધોગોને કોઈ ગેરેન્ટી વગર લોન આપવામાં આવશે.100 કરોડ MSME યુનિટવાળી એકમોને થશે મદદ. લોન મટે 12 માસ નો મોરેટેરિયમ પીરિયડ એટલે કે લોનમાંથી રાહત.આ લોનમાં 1 વર્ષ સુધી માત્ર વ્યાજ ભરવાનું રહેશે.

જે વ્યક્તિઓએ લોન ભરી છે તેને પણ લોન પરત આપવામાં આવશે. NPA વાળી MSME લોન મળશે. વેપારમાં વધારો કરવા 50 હજાર કરોડની સહાય કરવામાં આવશે.ફાયદા માટે થઈને MSMEની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવશે. MSME લોન માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત. 15 હજાર કરતા ઓછા પગાર ધરાવતા માણસોને થશે લાભ. પગારના 24 ટકા રકમ સરકાર જમા કરાવશે.

રોકાણ ટર્ન ઓવર પર અગત્યના જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 25 લાખની જગ્યાએ 1 કરોડ સુધીના ધંધાને માઈક્રો યૂનિટ ગણવામાં આવશે. 200 કરોડ સુધીનું ટેંડર ગ્લોબલ ટેંડર નહીં ગણાય. 1 ભારતમાં વ્યાપાર કરવો વધારે સરળ બનશે. 10 કરોડના રોકાણને લઘુ ઉધોગ ગણવામાં આવશે. 1 કરોડના રોકાણ પર માઈક્રો યુનિટ રાહત આપવામાં આવશે.

200 કરોડ કરોડના સરકારી ટેન્ડરમાં વિદેશી કંપનીને જરૂરી પરવાનગી નહીં. દેશની કંપનીઓ માટે કરી જરૂરી જાહેરાત.

1920વર્ષ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ 30 નવેમ્બર કરી દેવામાં આવી છે. ટેક્સ ઓડિટની રકમ 31 ઓક્ટોબર કરવામાં આવી. વિવાદથી વિશ્વાસ સ્કીમ મુદત 31 ડિસેમ્બર કરવામાં આવી. આ અનુસાર માણસના TDSમાં 25 ટકા કાપ આપવામાં આવશે. 50 હજાર કરોડ જનતાને ફાયદો થશે. વિજળી વિતરણ કંપનીઓ માટે 90,000 કરોડની જોગવાઈ. રોકાણની અછત ભોગવી રહેલી વિજકંપની ઓને થશે અગત્યનો ફાયદો. બિલ્ડરોને મકાનના બાંધવા પુરા કરવામાં સમય મળી રહેશે. કન્સ્ટ્રક્શન કંપનીઓને 6 માસ સુધીની મદદ. સરકારી કર્મચારીઓનું ઈપીએફ 3 મહિના માટે 12 ટકા કપાશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!