દરેક શાકનો સ્વાદ બમણો કરી દેશે – રસોઈ બનાવતી વખતે આટલું કરો અને જુવો કમાલ

આમ તો આપનો ખોરાક ખુબ જ સ્વાદીસ્ત હોય છે, આપણે અહીં લીલી શાકભાજી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે, ભારતીય મહિલાઓ શાક બનાવવામાં ખુબ જ માહિર હોય છે, પરંતુ આજ ના સમયમાં મહિલાઓ પણ નોકરીઓ કરે છે તેથી રસોઈ બનાવવા માટે ઓછો સમય મળે છે અને ઉતાવળ માં શાક વધુ સ્વાદિષ્ટ થતું નથી, તેવી મહિલાઓ માટે આજે અમુક ટીપ્સ છે જેના થી તમે શાક નો સ્વાદ વધારી શકશો.

ઘણી વખત વસ્તુ બાફવાથી તેનો રંગ ફરી જતો હોય છે, જેમ કે ફ્લાવર્સ બાફીએ તો તેનો કલર બદલાઈ જાય છે એવા સમયે મહિલાઓ એ ખાસ તેમાં એક ચમચી દૂધ નાખી દેવું જોઈએ. આવું કરવાથી આ પરેશાની દુર થઇ જશે.

ઘણી મહિલાઓ ઉતાવળ માં રસોઈ બનાવતી હોય છે તો તેનાથી શાક નો રસો પાતળી એટલે કે પાણી જેવો થઇ જાય છે આવા સમયે બ્રેડ નો ભુક્કો કરીને હલાવી નાખવાથી રસો જાડો કરી શકાય છે.

ઘણી મહિલાને ભીંડાનું સાક બનાવતી વખતે ભીંડો ચોંટી જતો હશે આવા સમયે તમારે તેમાં એક ચમચો દહીં નાખી દેવું.

બાફેલ બટેટા નું શાક અથવા સુખીભાજી બનાવતી વખતે તેમાં એક ઈલાયચી નાખવી જેથી તેનો સ્વાદ જબરદસ્ત થઇ જશે.

ઘણી મહિલાઓ ને શાક વખારતી વખતે તેલ ના છાંટા ઉડતા હોય છે જો તમારે પણ આવું થતું હોય તો તેલ માં શાક નાખ્યા પહેલા હળદળ નાખી દેવી જોઈએ.

જો કોઈ પણ રસાવાળા શાક ને વધુ સ્વાદિષ્ટ અને ઘટ્ટ બનાવું હોય તો ઘીમાં સેકેલ રોટલી નો ભુક્કો તેમાં ઉમેરવો જોઈએ.

અત્યારના છોકરાઓ ને કારેલાનું શાક જરાય ભાવતું નથી તેનું કારણ છે કે તેનું શાક કડવું બને છે, જો તમે ઈચ્છો છો કે તે કડવું ન બને તો કારેલા આગલે દિવસ સુધારીને આખી રાત દહીંમાં પલાળીને રાખવા જોઈએ.

જો તમારાથી શાક હોટલ જેવું ગ્રેવી વાળું ન થતું હોય તો શાક માં થોડા પ્રમાણમાં ભૂક્કી નાખવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!