આવતીકાલનો દિવસ ભારતીયો જીવનમાં ક્યારેય નહિ ભૂલી શકે – વાંચીને પણ કંપી જશે

આપણા ભારત દેશમાં કોરોના હકારત્મક કેસની સંખ્યા ૯૬ હજારને ક્રોસ થઈ ગઇ છે. ગયા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫ હજારથી વધુ નવા કેસ જોવા મળ્યા છે. ત્યારે કોરોના વાયરસ ના વગર જે રીતે કેસો દેખાવા મળી રહ્યા છે જોતા એક લાખને પાર આંક થઈ ગયો છે. આ સંખ્યા બધા જ ભારતીય લોકો માટે ડરામણો અને ભયનજક છે. આપને કહી દઈએ કે, કોરોના વાયરસના કેસની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વમાં ૧૧મો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. જયાં કોરોના વાયરસની પરીસ્થિતી ખરાબ થતી જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારના દિવસે સવારે જાહેર કરનાર અપડેટ પ્રમાણે, તાજેતરમાં દેશમાં ટોટલ કન્ફર્મ કેસની સંખ્યા ૯૬,૧૬૯ છે. તે પૈકી ૩,૦૪૯ વ્યક્તિના મૃત્યુ થયા છે અને ૩૬ હજારથી વધારે પેશન્ટ સ્વસ્થ થઇ ચુકયા છે.

તાજેતરમાં ભારત દેશમાં ૫૬,૩૧૬ સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ નો કહેર સૌથી વધુ પ્રમાણમાં ફેલાયો છે. અહીં પેશન્ટ ની સંખ્યા ૩૩ હજારને ક્રોસ થઈ ગઇ છે. મૃત્યુ પામનાર માણસોની સંખ્યા પણ ૧૧૯૮ ક્રોસ કરી ગઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના હકારાત્મક કેસનો આંકડો ૧૧,૩૭૯ થઈ ગયો છે, જયારે મૃત્યુ પામનાર માણસોની સંખ્યા ૬૫૯ છે.

તમિલનાડુ રાજ્યનામાં પણ વધુ પ્રમાણમાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યુ છે. હાલ સુધીમાં અહીં ૧૧,૨૨૪ કેસ હકારત્મક કેસ સામે આવ્યા છે, જેમાંથી ૭૮ માણસોના મૃત્યુ થઈ ગયા છે. ત્યારે દિલ્હીમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત પેશન્ટ ની સંખ્યા ૧૦ હજારને ક્રોસ કરી ચુકી છે. મંત્રાલયના અપડેટ પ્રમાણે, દિલ્હીમાં કુલ પેશન્ટ ની સંખ્યા ૧૦,૦૫૪ છે, જે પૈકી ૧૬૦ લોકોના મૃત્યુ થઇ ગયા છે.

રાજસ્થાન જિલ્લામાં હાલ સુધીમાં ૫,૨૦૨ કન્ફર્મ કેસ જોવા મળ્યા છે. જે પૈકી ૧૩૧ માણસોના મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશમાં હાલ સુધીમાં ૪૯૭૭ કેસ સામે આવી ચુકયા છે, જેમાંથી ૨૪૮ લોકોના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના સંક્રમિત પેશન્ટ ની સંખ્યામાં વધારો નોંધાયો છે. તાજેતરમાં અહીં પેશન્ટ ની સંખ્યા ૪૨૫૯ થઈ ગઈ છે. જે પૈકી ૨૩૮ લોકો મૃત્યુ પામ્યા છે.

વિશ્વમાં કોરોનાનો કાળોકહેર
અમેરિકા દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૧૫.૨૭ લાખને ક્રોસ કરી ચૂકી છે. જયારે કે ૯૦ હજારથી વધુ માણસોના મૃત્યુ થયા છે. અમેરિકામાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધવાના લીધે ટ્રમ્પ સરકારની પરેશાનીમાં વધારો થયો છે. ત્યારે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ વાત કરતા કહ્યું હતુ કે, ચીન ઈચ્છતુ હોત તો વિશ્વમાં કોરોનાના કેસ વધુ ફેલાયા ન હોત. ચીનને કોરોનાની ગંભીરતા બાબતે માહિતી હતી તેમ છતા પોતાના નાગરિકોને વિદેશ જવાની મંજૂરી આપી છે. જેથી હવે ચીનને કેવા પ્રકારનો દંડ આપવો તે અંગેનો નિર્ણય ટ્રમ્પ લેશે અને વિશ્વમાં જોવા મળેલી મહામારી માટે ચીન જવાબદાર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!