અબજો રૂપિયાનો ખજાનો દફન છે હિમાચલની આ સુંદર ઝીલમાં – નાગદેવતા ખુદ કરે છે રક્ષા

હિમાચલપ્રેદેશ તેના નેસર્ગિક સૌન્દર્ય માટે ખુબજ પ્રખ્યાત છે અને ભારતમાં સૌથી વધુ પર્યટકો રજાઓના દિવસોમાં રજાઓ ત્યાં જઈને ગાળવા માટે આકર્ષિત થતા હોય છે,હિમાલયમાં તમને એક થી ચડીને એક એક પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળશે,આજે અમે આપને એક એવી ઝીલ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે હિમાચલમાં આવેલી છે, મંડી થી 60 કી.મી દુર આ ઝીલ આવે છે,જે “ક્મરૂનાગ ઝીલ” ના નામ થી પ્રખ્યાત છે.આ ઝીલ ની અંદર અરબોનો ખજાનો છુપાયેલો છે,આ ઝીલ જોવામાં જ જેટલી સુંદર છે,એટલુ જ આ ઝીલ પાસે પહોચવું ઘણું  જ મુશ્કેલ કામ છે, રોહંડા સુધી જ વાહનો જઈ શકે છે, પછી આ ઝીલ સુધી પહોચવા માટે પગપાળા જવું પડે છે,પદયાત્રાનો રસ્તો જંગલો અને કઠીનાઈથી ભર્યો છે.અને લગભગ 8 કી.મી જેટલું ઉચાંણ પણ ચડવું પડે છે,સમુદ્રના તટથી આ ઝીલની ઉચાઇ લાગભગ 3200 મિટર જેટલી છે.અને આ ઝીલ મોટા મોટા પહાડોની વચ્ચે થી ફૂટી ને નીકળે છે.

“ક્મરૂનાગ ઝીલ”માં દર વર્ષે  મેળો ભરાય છે, અને મેળો દર વર્ષે 14 અને 15 જુન ના દિવસે જ ભરાય છે.દુર-દુર થી લોકો “બાબા ક્મરૂનાગ” ના દર્શને આવતા હોય છે, “બાબા ક્મરૂનાગ” ને આ જગ્યાના દેવ તરીકે પૂજવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ અહિયાં આવીને “બાબા ક્મરૂનાગ”ની પૂજા અર્ચના કરે છે તેમની દરેક માનોકામનાપૂર્ણ થાય છે.ઝીલ ની અંદર એક પ્રાચીન મંદિર છે,અને દર વર્ષે શ્રદ્ધાલુ લોકો ની ભીડ વધાત્તી જાય છે, આમતો અહિયાં સુધી પહોચવું ખુબ જ મુશ્કેલ છે.તેમજ આ જગ્યા ઠંડા પ્રદેશમાં સ્થિત હોવાથી, ઠંડી ના સમયે આ ઝીલ આખી માં બરફથી જામી જાય છે.ખાલી અનુભવી લોકો જ આ ઝીલ સુધી પહોચી શકે છે.

આ ઝીલ આખી પહાડોથી ઘેરાયેલી છે, તેમજ આ પહાડોથી ઘેરાવાને લીધે તેનો આકાર નાગ દેવતા જેવો દેખાય છે, અને નાગ દેવતા સ્વયં આ ઝીલ ની રક્ષા કરે છે, એટલા માટેજ આ ઝીલ માં છુપાયેલો ખજાનો નાગ દેવતા થી સુરક્ષિત છે,કોઈ પણ આ ખજાનાને લેવાની કોશિશ કરે છે તો નાગ દેવતા સ્વયં પ્રગટ થઈને ખજાના નું રક્ષણ કરે છે અને ખજાનો લેવા વાળાને સજા પણ કરે છે, આવો જ એક કિસ્સો પ્રખ્યાત છે એક વાર અંગ્રેજોએ આ ખજાનો લેવાની કોશિશ કરેલી અને ત્યારે નાગ દેવતા એ આવીને ખજાનાને બચાવેલો અને બધા જ અંગ્રેજ અધિકારીઓને શિક્ષા કરેલી જેની પરિણામે બધા જ અધિકારીઓની તબિયત લથડી ગયેલી.

એક પ્રાચીન કથા પણ એવી છે કે , આ ઝીલ નું નામ “ક્મરૂનાગ ઝીલ” પડ્યું તેની કથા મહાભારત સાથે જોડાયેલી છે, “ક્મરૂનાગ” ને તે સમય માં સૌથી બળવાન વ્યક્તિ માનવામાં આવતો હતો અને તેઓએ કૃષ્ણ ભગવાન ને કીધું કે મારે આ મહાભારત નું યુધ્ધ જોવું છે,

અને જે પક્ષે હાર થશે તે પક્ષની સાથે હું છેલ્લે લડીશ,અને ભગવાન જાણતા હતા કે, કૌરવો આ યુધ્ધમાં હારવાના છે,અને જો “ક્મરૂનાગ” કૌરવ પક્ષે છેલ્લે લડશે તો અવશ્ય કૌરવો છેલ્લે જીતી જશે અને કૃષ્ણ ભગવાને “ક્મરૂનાગ “ને યુધ્ધ જોવાની અનુમતી આપી પણ તેના બદલામાં તેનું શીશ માગી લીધું,અને આ શીશ ને તેમને હિમાલય માં સ્થિર કરી દીધું, શીશ આવી રીતે કાપ્ય બાદ પણ “ક્મરૂનાગ” તેની હરકતો થી બાજ ના આવ્યા અને તેનું મોઢું જે બાજુ ફેરવે તે બાજુ ના પક્ષને તે દિવસે યુધ્ધમાં વિજય થતો એટલે ભગવાને તેમનું શીશ પથ્થરની સાથે બાંધીને પાંડવોની બાજુ જ ફેરવીને રાખી દીધું,અને “ક્મરૂનાગ” ને તરસ ના લાગે તે અંતે ભીમે હથેળી થી ખાડો પાડીને પથ્થર ને તેમાં મૂકી દીધો,અને આ ઝીલ બની ગઈ, આ રીતે આ ઝીલ નું નામ “ક્મરૂનાગ ઝીલ” પડેલું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!